આરડી બર્મનની જિંદગી પર બાયોપિકનું શૂટિંગ શરૂ, ફરહાન અખ્તર ભજવશે પંચમ દાની ભૂમિકા
મુંબઈ, નવી દિલ્હી, 27 નવેમ્બર (હિ.સ.). મહાન સંગીતકાર રાહુલ દેવ બર્મન, એટલે કે આરડી બર્મનની જિંદગી પર બનવા જઈ રહેલી બહુપ્રતિક્ષિત બાયોપિકનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અભિનેતા ફરહાન અખ્તર આ ફિલ્મમાં પંચમ દાની ભૂમિકા ભજવી રહ્યા છે. નીરજ પાંડેના નિર્દેશનમ
આરડી બર્મન અને ફરહાન અખ્તર -ફોટો સોર્સ એક્સ


મુંબઈ, નવી દિલ્હી, 27 નવેમ્બર (હિ.સ.). મહાન સંગીતકાર રાહુલ દેવ બર્મન, એટલે કે આરડી બર્મનની જિંદગી પર બનવા જઈ રહેલી બહુપ્રતિક્ષિત બાયોપિકનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અભિનેતા ફરહાન અખ્તર આ ફિલ્મમાં પંચમ દાની ભૂમિકા ભજવી રહ્યા છે. નીરજ પાંડેના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ મુંબઈના વરલીમાં એક ગીતના સીક્વન્સ સાથે શરૂ કરવામાં આવ્યું. આ ભવ્ય ગીતને ગણેશ આચાર્ય કોરિયોગ્રાફ કરી રહ્યા છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી આ બાયોપિકને લઈને ફરહાનના પ્રશંસકોમાં પણ ઉત્સુકતા બની રહી છે.

રિપોર્ટ મુજબ, ફિલ્મના નિર્માતા આરડી બર્મના સંગીત અને તેમની રચનાત્મક સફરને પડદા પર જીવંત કરવા પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. તેમનો ઉદ્દેશ્ય માત્ર સંગીતકારની જિંદગીની મુખ્ય ઘટનાઓ દર્શાવવાનો નથી, પરંતુ તે સમયના વાતાવરણ અને સંગીતની દુનિયાને પણ ફરીથી રચવાનો છે, જેણે પંચમ દા ને હિન્દી સિનેમાના સૌથી પ્રભાવશાળી સંગીતકારોમાં સામેલ કર્યા. આ જ કારણોસર ફિલ્મના સંગીત સાથે જોડાયેલા દ્રશ્યોને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ફરহান આ પડકારજનક ભૂમિકા દ્વારા બર્મના સંગીત યાત્રાને દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે.

રિપોર્ટ અનુસાર, ફિલ્મનું હાલનું શૂટિંગ શેડ્યૂલ ડિસેમ્બર સુધી ચાલવાની આશા છે. નિર્માતાઓનો પ્રયાસ છે કે, દર્શકો આરડી બર્મનની જિંદગી અને સંગીતને માત્ર ઘટનાઓ તરીકે ન જુએ, પરંતુ તે સમયગાળાને અનુભવી પણ શકે. ફરહાન અખ્તર છેલ્લે ફિલ્મ '120 બહાદુર'માં જોવા મળ્યા હતા. હવે પંચમ દા તરીકે તેમનો નવો અવતાર જોવા માટે દર્શકો ઉત્સાહિત છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande