
નવી દિલ્હી, 03 નવેમ્બર (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ મંગળવારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો પર અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો અને રાહુલ ગાંધીના ‘સત્તા પરિવર્તન' સંબંધિત નિવેદનો અને કથિત હિંસક વિરોધ પ્રદર્શનો અંગે પણ સવાલો ઉઠાવ્યા. પાર્ટીનું કહેવું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વૈશ્વિક મંચ પર મજબૂત ભૂમિકા ભજવી રહ્યું છે, જ્યારે વિપક્ષનો એક વર્ગ બંધારણીય વ્યવસ્થા અને લોકતાંત્રિક સંસ્થાઓને પડકારતી રાજનીતિ કરી રહ્યો છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ, આજે પાર્ટી મુખ્યાલયમાં આયોજિત પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ભારતીય સમાજની આસ્થા બંધારણ અને લોકતાંત્રિક વ્યવસ્થામાં છે. હિંસક વિરોધ પ્રદર્શનો ભારતીય લોકતાંત્રિક પરંપરાને અનુરૂપ નથી. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષ એવી રાજનીતિ કરી રહ્યો છે, જેનાથી લોકતાંત્રિક વ્યવસ્થા પ્રભાવિત થઈ શકે છે. આવી વિચારસરણી દેશહિત અને લોકતાંત્રિક મૂલ્યોની વિરુદ્ધ છે.
તેમણે ભાજપના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ કાર્યક્રમોનો ઉદ્દેશ્ય દેશમાં અરાજકતા અને હિંસક વિરોધની રાજનીતિ વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને પણ આ અભિયાન હેઠળ માર્ચમાં ભાગ લીધો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ મોટી સંખ્યામાં લોકો સાથે માર્ચ કાઢી.
પોતાના નિવેદનના સમર્થનમાં પ્રવક્તાએ એક ટીવી ચેનલના સ્ટિંગ ઓપરેશનનો ઉલ્લેખ કર્યો. તેમણે દાવો કર્યો કે આ સ્ટિંગ દ્વારા વિપક્ષ સાથે જોડાયેલા કેટલાક લોકોની પડદા પાછળની ગતિવિધિઓ અને કથિત રણનીતિનો ખુલાસો થયો છે. તેમના અનુસાર, આ ખુલાસાઓથી વિપક્ષની રાજનીતિ અને તેના વાસ્તવિક ઇરાદાઓનો ખ્યાલ આવે છે.
તેમણે કહ્યું કે, આ સ્ટિંગ ઓપરેશનથી કેટલીક વાતો સામે આવી છે. 1 કે રાહુલ ગાંધીની પસંદનો એક વિધ્વંસક મોડેલ છે અને હિંસાથી તેમને કોઈ વાંધો નથી. 2 કે તેમાં મહિલાઓને આગળ કરવાની નિમ્નસ્તરીય, હલકી અને છીછરી વિચારસરણી છે.
ભાટિયાએ કહ્યું કે, ભારતના નેતા પ્રતિપક્ષ અને વિપક્ષી દળોને આજકાલ અરાજક અને ટૂલકિટ મોડેલનો વિરોધ જ વધુ પસંદ આવી રહ્યો છે. સવાલ એ છે કે શા માટે તેઓ એક સકારાત્મક, શાંતિપૂર્ણ અને રચનાત્મક પ્રદર્શન કરતા નથી, જે હિંસા વિનાનું હોય, પ્રશાસન પાસેથી પરવાનગી લઈને કોઈ નિર્ધારિત સ્થળ પર હોય.
હિન્દુસ્થાન સમાચાર / સૌરવ રાય / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ