ધનતેરસ પર કેટને, આજે દેશભરમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર થવાનો અંદાજ
નવી દિલ્હી, 06 ઓક્ટોબર (હિ.સ.) વેપારી સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ) એ, ધનતેરસના તહેવાર પર આજે દેશભરમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. ખરીદીના આ ખાસ દિવસે માત્ર સોના અને ચાંદીનું વેચાણ જ 60 હજાર કરોડ રૂપ
પ્રતીકાત્મક ચિત્ર


નવી દિલ્હી, 06 ઓક્ટોબર (હિ.સ.) વેપારી સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ) એ, ધનતેરસના તહેવાર પર આજે દેશભરમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. ખરીદીના આ ખાસ દિવસે માત્ર સોના અને ચાંદીનું વેચાણ જ 60 હજાર કરોડ રૂપિયાથી વધુ રહેવાની શક્યતા છે.

કેટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે શુક્રવારે જણાવ્યું કે, દેશના મુખ્ય બજારોમાં સોના-ચાંદીની કિંમતો ઘણી ઊંચી હોવા છતાં તહેવારને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. તેમણે કહ્યું કે, ગ્રાહકો ધનતેરસના તહેવાર સાથે સંકળાયેલી પરંપરાગત ખરીદી સતત કરી રહ્યા છે. દિવાળીની આખી તહેવારોની મોસમમાં આ દિવસ ખરીદીના સૌથી મહત્વપૂર્ણ સમયમાંથી એક ગણાય છે.

'ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન' (એઆઈજેજીએફ) એ જણાવ્યું કે, ખરીદદારો તમામ શ્રેણીઓમાં પરંપરાગત રોકાણ ઉત્પાદનો (જેમ કે સોનું-ચાંદી) ની સાથે સાથે હળવા વજનના આભૂષણોને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે, સોના-ચાંદીની ઊંચી કિંમતો હોવા છતાં ખરીદીનો ઉત્સાહ યથાવત છે. હળવા આભૂષણો, ચાંદીના સિક્કા અને પરંપરાગત ભેટોની માંગ વધી છે. તેમણે કહ્યું કે, 14 કેરેટ અને 18 કેરેટના હળવા સોનાના આભૂષણોની ભારે માંગ છે.

એઆઈજેજીએફ એ જણાવ્યું કે, ગ્રાહકો ચાંદીના સિક્કા, સુશોભનની વસ્તુઓ અને માછલી, કાચબા અને હાથી જેવી શુભ મનાતી આકૃતિઓ પણ ખરીદી રહ્યા છે. વેપારી સંગઠન આજે પછીથી આખા દેશ માટે વિસ્તૃત અંદાજ જાહેર કરશે. અધિકારીઓ હાલમાં અલગ-અલગ બજારોમાં વેચાણના વર્તમાન વલણો અને ગ્રાહકોની પ્રતિક્રિયાનું આકલન કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande