જિયો હોટસ્ટાર પર, છવાઈ ફિલ્મ 'ઝાડફૂંક'
મુંબઈ, નવી દિલ્હી, 06 નવેમ્બર (હિ.સ.) હોરર અને સસ્પેન્સથી ભરપૂર ફિલ્મ ''ઝાડફૂંક'' ઓટીટી પ્લેટફોર્મ જિયો હોટસ્ટાર પર દર્શકોનું ધ્યાન ખેંચી રહી છે. 30 ઓક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મ પ્લેટફોર્મ પર અંગ્રેજી ફિલ્મ ''ઓબ્શેસન'' પછી બીજા સ્થાને ટ્રેન્ડ
રઘદ


મુંબઈ, નવી દિલ્હી, 06 નવેમ્બર (હિ.સ.) હોરર અને સસ્પેન્સથી ભરપૂર ફિલ્મ 'ઝાડફૂંક' ઓટીટી પ્લેટફોર્મ જિયો હોટસ્ટાર પર દર્શકોનું ધ્યાન ખેંચી રહી છે. 30 ઓક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મ પ્લેટફોર્મ પર અંગ્રેજી ફિલ્મ 'ઓબ્શેસન' પછી બીજા સ્થાને ટ્રેન્ડ કરી રહી છે, જ્યારે હિન્દી ફિલ્મોની શ્રેણીમાં પ્રથમ સ્થાને છે. ફિલ્મની વાર્તા જંગલ, રહસ્યમયી હવેલી અને અલૌકિક ઘટનાઓની આસપાસ ફરે છે, જે દર્શકોને ડર અને રોમાંચનો અનુભવ કરાવે છે.

ફિલ્મની વાર્તા ઉત્તરાખંડની પહાડીઓમાં રહેતી આસ્થાના જીવનમાં આવેલા, એક મોટા પરિવર્તનને દર્શાવે છે. માર્ગ અકસ્માત પછી ગર્ભવતી આસ્થા એક અજાણી હવેલીમાં આશ્રય લે છે. ત્યાં રહેતો પરિવાર શરૂઆતમાં મદદગાર જણાય છે, પરંતુ ટૂંક સમયમાં જ હવેલીમાં વિચિત્ર ઘટનાઓ બનવા લાગે છે. આ દરમિયાન તેનો સાથી અચાનક ગુમ થઈ જાય છે. પોતાના થનારા બાળકની સુરક્ષા અને સાથીની શોધ વચ્ચે આસ્થા અનેક રહસ્યોમાં ગૂંચવાઈ જાય છે. હવેલીમાં રહેતા લોકોનું વર્તન અને આસપાસના જંગલમાં બનતી ઘટનાઓ વાર્તાના સસ્પેન્સને સતત વધારે છે.

રાજન રામગોપાલ વર્માના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં યશપાલ શર્મા, પદ્મિની કોલ્હાપુરે, સુમ્બુલ તૌકીર ખાન, હર્ષ રાજપૂત અને અપ્રતિમ સિંહ મુખ્ય ભૂમિકાઓમાં છે. સુમ્બુલે, આસ્થાના પાત્રમાં ડર અને ભાવનાત્મક સંઘર્ષને પડદા પર ઉતાર્યો છે, જ્યારે યશપાલ શર્મા પોતાની દમદાર હાજરીથી વાર્તાને પ્રભાવી બનાવે છે. પદ્મિની કોલ્હાપુરે અને અન્ય કલાકારોએ પણ વાર્તામાં રહસ્ય અને રોમાંચનું વાતાવરણ બનાવવામાં યોગદાન આપ્યું છે. નીવ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના નિર્માતા શૈલેષ પરિહાર અને સહ-નિર્માતા વૃંદા બ્રહ્મભટ્ટ છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande