સોના-ચાંદી બજારમાં સાંકેતિક ઘટાડો, સોના અને ચાંદીની ચમક ઝાંખી પડી
નવી દિલ્હી, 09 નવેમ્બર (હિ.સ.) દિવાળીના બીજા દિવસે આજે શરૂઆતી કારોબાર દરમિયાન સ્થાનિક સોના-ચાંદી બજારમાં સાંકેતિક ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવમાં ઘટાડો થવાને કારણે દેશના મોટાભાગના સોના-ચાંદી બજારમાં 24 કેરેટ સોનું આજે 1,43,560 રૂપિયા પ્રતિ
બઝાર


નવી દિલ્હી, 09 નવેમ્બર (હિ.સ.) દિવાળીના બીજા દિવસે આજે શરૂઆતી કારોબાર દરમિયાન સ્થાનિક સોના-ચાંદી બજારમાં સાંકેતિક ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવમાં ઘટાડો થવાને કારણે દેશના મોટાભાગના સોના-ચાંદી બજારમાં 24 કેરેટ સોનું આજે 1,43,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 1,43,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. આ જ રીતે 22 કેરેટ સોનું આજે 1,31,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 1,31,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે વેચાઈ રહ્યું છે. ચાંદીના ભાવમાં પણ સાંકેતિક નબળાઈ આવવાને કારણે આ ચમકતી ધાતુ દિલ્હી સોના-ચાંદી બજારમાં આજે 2,04,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે વેચાઈ રહી છે.

દિલ્હીમાં 24 કેરેટ સોનું આજે 1,43,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 1,31,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 24 કેરેટ સોનું 1,43,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,31,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. આ જ રીતે અમદાવાદમાં 24 કેરેટ સોનાની છૂટક કિંમત 1,43,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાની કિંમત 1,31,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે.

આ મુખ્ય શહેરો ઉપરાંત ચેન્નઈમાં 24 કેરેટ સોનું આજે 1,43,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમતે અને 22 કેરેટ સોનું 1,31,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમતે વેચાઈ રહ્યું છે. આ જ રીતે કોલકાતામાં 24 કેરેટ સોનું 1,43,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,31,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. ભોપાલમાં 24 કેરેટ સોનાની કિંમત 1,43,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, જ્યારે 22 કેરેટ સોનું 1,31,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande