
નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી (હિ.સ.) પ્રખ્યાત કોમેડી અભિનેતા રાજપાલ યાદવ હાલમાં ચેક-બાઉન્સ
કેસમાં કાનૂની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. 5 ફેબ્રુઆરીએ દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ, અભિનેતાએ પોતાને,
તિહાડ જેલમાં આત્મસમર્પણ કર્યું. અહેવાલો અનુસાર, જેલ જતા પહેલા તેમણે આપેલું એક ભાવનાત્મક
નિવેદન, સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
રાજપાલ યાદવ જેલ અધિકારીઓ સમક્ષ રડી પડ્યા. અહેવાલો અનુસાર,”રાજપાલ યાદવની,
માનસિક સ્થિતિ અત્યંત તકલીફની સ્થિતિમાં હતી. તેમણે જેલ અધિકારીઓને કહ્યું, મારે શું કરવું
જોઈએ? મારી પાસે પૈસા
નથી. મને બીજો કોઈ ઉકેલ દેખાતો નથી... સાહેબ, આપણે બધા અહીં એકલા છીએ. મારા કોઈ મિત્રો નથી. મારે આ
કટોકટીનો સામનો જાતે જ કરવો પડશે. અભિનેતાની આંખોમાં આંસુ અને હિંચકા
સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા.જે સૂચવે છે કે, તે પોતાની પરિસ્થિતિથી ખૂબ જ દુઃખી હતો.”
તેમનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, લોકો આ મુશ્કેલ
સમયમાં તેમને મદદ ન કરવા બદલ બોલિવૂડ સ્ટાર્સની પણ ટીકા કરી રહ્યા છે.
ચેક બાઉન્સ કેસ શું છે? આ ઘટના 2010 ની છે.જ્યારે રાજપાલ યાદવે તેમના દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ
અતા પતા લાપતા માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ₹5 કરોડની લોન લીધી
હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ, અને અભિનેતા આર્થિક તંગીમાં ફસાઈ ગયા. લોન ચૂકવી ન શકવાને
કારણે, તેમણે બાકી રકમ
ચૂકવવા માટે ચેક જારી કર્યા, જે પાછળથી બાઉન્સ થઈ ગયા.
2024 માં, અભિનેતાએ બાકી
રકમ ચૂકવવાનું વચન આપ્યા બાદ કોર્ટે તેમની ધરપકડ પર સ્ટે આપ્યો. જોકે, તેઓ પોતાનું વચન
પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા,
જેના કારણે તેમને
શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી. હવે, રાજપાલ તેમની મુશ્કેલ નાણાકીય પરિસ્થિતિ અને કાનૂની
ગૂંચવણોનો સામનો કરી રહ્યા છે, જે ફિલ્મ ઉદ્યોગ અને સામાન્ય લોકો બંનેમાં ચર્ચાનો વિષય બની
ગયો છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ