અદા શર્માએ, 'ધ કેરળ સ્ટોરી 2' પર મૌન તોડ્યું
નવી દિલ્હી, 06 માર્ચ (હિ.સ.) નિર્માતા વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ હાલમાં સિનેમાઘરોમાં છે. 2023 માં રિલીઝ થયેલી ધ કેરળ સ્ટોરી ની સફળતા બાદ, બીજો ભાગ દર્શકો માટે રજૂ કરવામાં આવ્યો છે. જોકે, પહેલા ભાગની મુખ્ય અભિનેત્રી અ
અદા શર્મા-ફોટો સોર્સ એક્સ


નવી દિલ્હી, 06 માર્ચ (હિ.સ.) નિર્માતા વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ હાલમાં સિનેમાઘરોમાં છે. 2023 માં રિલીઝ થયેલી ધ કેરળ સ્ટોરી ની સફળતા બાદ, બીજો ભાગ દર્શકો માટે રજૂ કરવામાં આવ્યો છે. જોકે, પહેલા ભાગની મુખ્ય અભિનેત્રી અદા શર્માની ગેરહાજરીથી ચાહકો આશ્ચર્યચકિત થયા. હવે, અભિનેત્રીએ સિક્વલમાં તેની ગેરહાજરી પર પ્રતિક્રિયા આપી છે.

જે ફિલ્મમાં હું નથી, તેની વાત કરવી યોગ્ય નથી

એક કાર્યક્રમ દરમિયાન, અદા શર્માએ આ મુદ્દા પર પોતાનું મૌન તોડતા કહ્યું કે, તે જે ફિલ્મોમાં કામ કરે છે તેના વિશે વાત કરવાનું પસંદ કરે છે. તેણીએ કહ્યું, જ્યારે હું કોઈ ફિલ્મનો ભાગ નથી, ત્યારે મને લાગે છે કે ફક્ત હેડલાઇન્સ મેળવવા માટે તેના વિશે વાત કરવી યોગ્ય નથી. અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તેણીને સિક્વલની ઓફર મળી છે કે નહીં તે ફિલ્મ નિર્માતાઓ અને અભિનેતા વચ્ચેનો ખાનગી મામલો છે અને તેની જાહેરમાં ચર્ચા થવી જોઈએ નહીં.

બોક્સ ઓફિસ પરફોર્મન્સ વિશે પણ જવાબ આપ્યો

ફિલ્મના બોક્સ ઓફિસ પરફોર્મન્સ વિશે પૂછવામાં આવતા અદાએ કહ્યું કે, દર્શકોનો પ્રેમ તેના માટે સૌથી મહત્વપૂર્ણ છે. તેણીએ કહ્યું, મારા દર્શકો મને ખૂબ પ્રેમ કરે છે અને મને દરેક ફિલ્મમાં જોવા માંગે છે. મારી પહેલી ફિલ્મ '1920' થી 'ધ કેરળ સ્ટોરી' સુધી, મને અલગ અલગ પાત્રો ભજવવાની તક મળી છે.

કમાણીની દ્રષ્ટિએ સિક્વલ પાછળ

અહેવાલો અનુસાર, 'ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ' એ રિલીઝના પહેલા અઠવાડિયામાં આશરે 22.55 કરોડની કમાણી કરી હતી. પહેલી ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' એ, તેના પહેલા અઠવાડિયામાં ₹ 81.14 કરોડની જંગી કમાણી કરી હતી. પરિણામે, કમાણીની દ્રષ્ટિએ સિક્વલ પહેલા હપ્તાથી ઘણી પાછળ રહેતી દેખાય છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande