પગની સર્જરીના કારણે જેક ગ્રીલિશની સિઝન સમાપ્ત, વર્લ્ડ કપની આશાઓ પર પાણી ફરી વળ્યું
લિવરપૂલ, નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી (હિ.સ.): એવર્ટનના મિડફિલ્ડર જેક ગ્રીલિશે પુષ્ટિ આપી છે કે, પગમાં સ્ટ્રેસ ફ્રેક્ચર માટે સર્જરી કરાવ્યા બાદ તેની વર્તમાન સિઝન સમાપ્ત થઈ ગઈ છે. આ ઈજાને તેના માટે એક મોટો આંચકો માનવામાં આવે છે, કારણ કે તે ઇંગ્લેન્ડ વર્
એવર્ટનના મિડફિલ્ડર જેક ગ્રીલિશ


લિવરપૂલ, નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી (હિ.સ.): એવર્ટનના મિડફિલ્ડર જેક ગ્રીલિશે પુષ્ટિ આપી છે કે, પગમાં સ્ટ્રેસ ફ્રેક્ચર માટે સર્જરી કરાવ્યા બાદ તેની વર્તમાન સિઝન સમાપ્ત થઈ ગઈ છે. આ ઈજાને તેના માટે એક મોટો આંચકો માનવામાં આવે છે, કારણ કે તે ઇંગ્લેન્ડ વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મેળવવાની તેની આશાઓને પણ જોખમમાં મૂકે છે.

30 વર્ષીય ગ્રીલિશ, જે માન્ચેસ્ટર સિટીથી લોન પર એવર્ટન માટે રમી રહ્યો હતો, તેને ગયા મહિને એસ્ટન વિલા સામેની પ્રીમિયર લીગ મેચ દરમિયાન ઈજા થઈ હતી, જે મેચ એવર્ટન 1-0થી જીતી હતી.

આ સિઝનમાં, ગ્રીલિશે બધી સ્પર્ધાઓમાં એવર્ટન માટે 22 મેચ રમી છે, જેમાં બે ગોલ કર્યા છે અને છ આસિસ્ટ આપ્યા છે. તેના પ્રદર્શનથી એવી અટકળો થઈ રહી છે કે તેને ઇંગ્લેન્ડની રાષ્ટ્રીય ટીમમાં પાછો બોલાવી શકાય છે.

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા, ગ્રીલિશે લખ્યું, હું મારી સીઝન આ રીતે સમાપ્ત થાય તેવું ઇચ્છતો ન હતો, પરંતુ તે ફૂટબોલ છે. હું ખૂબ જ દુઃખી છું. સર્જરી પૂરી થઈ ગઈ છે, અને હવે મારું ધ્યાન ફિટ થવા પર છે. મને વિશ્વાસ છે કે હું પહેલા કરતા વધુ ફિટ, મજબૂત અને સારી રીતે પાછો ફરીશ.

ગ્રીલિશે, માન્ચેસ્ટર સિટી સાથે ત્રણ પ્રીમિયર લીગ ટાઇટલ, ચેમ્પિયન્સ લીગ અને એફએ કપ જીત્યા છે. તે છેલ્લે ઓક્ટોબર 2024 માં ઇંગ્લેન્ડ માટે રમ્યો હતો, કાર્યકારી કોચ લી કાર્સ્લી હેઠળ.

નોંધનીય છે કે, ફૂટબોલ વર્લ્ડ કપ 11 જૂનથી 19 જુલાઈ દરમિયાન કેનેડા, મેક્સિકો અને યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande