
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી (હિ.સ.) કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના
મંત્રી નિર્મલા સીતારમણ મ્યુનિખ સુરક્ષા પરિષદ 2026 માં હાજરી આપવા માટે જર્મની પહોંચ્યા છે.
મ્યુનિખ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર પહોંચ્યા બાદ, નાણામંત્રીનું સ્વાગત મ્યુનિખમાં ભારતના
કોન્સ્યુલ જનરલ શત્રુઘ્ન સિંહાએ કર્યું.
નાણા મંત્રાલયે એક એક્સ-પોસ્ટમાં
જણાવ્યું હતું કે,” મ્યુનિકની તેમની મુલાકાત દરમિયાન, નાણામંત્રી
સીતારમણ ઉચ્ચ સ્તરીય મ્યુનિખ સુરક્ષા પરિષદ રાઉન્ડ ટેબલ અને એક ખાસ પેનલ ચર્ચામાં
ભાગ લેશે. તેઓ વૈશ્વિક આર્થિક અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી
મહત્વપૂર્ણ પેનલ ચર્ચાઓમાં પણ ભાગ લેશે.”
મંત્રાલયના જણાવ્યા અનુસાર, “આ પરિષદ દરમિયાન, નાણામંત્રી વિવિધ
દેશોના મંત્રીઓ અને સમકક્ષો તેમજ મુખ્ય બહુપક્ષીય સંગઠનોના વડાઓ સાથે દ્વિપક્ષીય
બેઠકો કરશે, જેથી પરસ્પર
લાભના મુદ્દાઓ પર ચર્ચા કરી શકાય અને આર્થિક સહયોગને મજબૂત બનાવી શકાય.”
નોંધનીય છે કે, વૈશ્વિક સુરક્ષા પરનો એક મુખ્ય
આંતરરાષ્ટ્રીય મંચ, મ્યુનિક સુરક્ષા
પરિષદ, 13-15 ફેબ્રુઆરી
દરમિયાન જર્મનીના મ્યુનિકમાં યોજાઈ રહી છે. આ પરિષદમાં 60 થી વધુ રાષ્ટ્રો
અને સરકારના વડાઓ, સેંકડો નીતિ
નિર્માતાઓ અને નિષ્ણાતો સહિત, ભાગ લઈ રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ