કેબિનેટ બેઠકો હવે, સેવા તીર્થ ખાતે યોજાશે, ઉત્તર અને દક્ષિણ બ્લોક યુગે યુગેન ભારત સંગ્રહાલયનો ભાગ બનશે: વૈષ્ણવ
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી (હિ.સ.) કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે જણાવ્યું હતું કે,” સાઉથ બ્લોકમાં અંતિમ કેન્દ્રીય કેબિનેટ બેઠક પૂર્ણ થઈ ગઈ છે, અને હવે બધી કેબિનેટ બેઠકો સેવા તીર્થ ખાતે યોજાશે.” તેમણે
અશ્વિની


નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી (હિ.સ.) કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી

અશ્વિની વૈષ્ણવે શનિવારે જણાવ્યું હતું કે,” સાઉથ બ્લોકમાં અંતિમ કેન્દ્રીય

કેબિનેટ બેઠક પૂર્ણ થઈ ગઈ છે, અને હવે બધી કેબિનેટ બેઠકો સેવા તીર્થ ખાતે યોજાશે.” તેમણે

જણાવ્યું હતું કે,” નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકને યુગે યુગેન ભારત રાષ્ટ્રીય

સંગ્રહાલય નો ભાગ બનાવવામાં આવશે.”

વૈષ્ણવે અહીં પત્રકાર પરિષદમાં કેન્દ્રીય કેબિનેટ અને સીસીએબેઠકોમાં લેવામાં આવેલા નિર્ણયો વિશે માહિતી આપી હતી. તેમણે

જણાવ્યું હતું કે,” કેન્દ્રીય કેબિનેટ દ્વારા ઉત્તર અને દક્ષિણ બ્લોકને યુગે

યુગેન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય માં વિકસાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે, જે ભારતની હજારો

વર્ષની સભ્યતા અને સાંસ્કૃતિક વારસો પ્રદર્શિત કરશે અને ભાવિ પેઢીઓને પ્રેરણા

આપશે.”

તેમણે કહ્યું કે,” 13 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, નવા વડાપ્રધાન

કાર્યાલય, સેવા તીર્થ

ને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. તેમણે તેને ઐતિહાસિક ગુલામીમાંથી વિકસિત

ભારત તરફ ભારતના પગલાનું પ્રતીક ગણાવ્યું હતું. સાઉથ બ્લોક અને નોર્થ બ્લોક

બ્રિટિશ યુગ દરમિયાન બનાવવામાં આવ્યા હતા. સ્વતંત્રતા પછી, પ્રધાનમંત્રી

કાર્યાલય સાઉથ બ્લોકથી કાર્યરત છે. આ સંકુલ દેશના 16 પ્રધાનમંત્રીઓના નેતૃત્વ હેઠળ લેવામાં આવેલા

ઘણા ઐતિહાસિક નિર્ણયોનું સાક્ષી રહ્યું છે.”

વૈષ્ણવે કહ્યું કે,” સાઉથ બ્લોકે ભાગલા, યુદ્ધ અને કટોકટી

જેવી ઐતિહાસિક ઘટનાઓ જોઈ છે. અહીંથી જ ડિજિટલ શાસન તરફ છલાંગ લાગી હતી, અને ઘણા

મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. છેલ્લા દાયકામાં, પ્રધાનમંત્રી

મોદીના નેતૃત્વ હેઠળ, આ ઇમારત ઘણા

ઐતિહાસિક નિર્ણયોનું કેન્દ્ર રહી છે.” તેમણે કહ્યું કે,” ડાયરેક્ટ બેનિફિટ

ટ્રાન્સફર (ડીબીટી), સ્વચ્છ ભારત

અભિયાન, ડિજિટલ ઇન્ડિયા

અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) જેવા વ્યાપક

સુધારાઓ આ સંકુલ દ્વારા સંચાલિત હતા. વધુમાં, કલમ 370 નાબૂદ, ટ્રિપલ તલાક કાયદો, સર્જિકલ સ્ટ્રાઈક અને અન્ય મહત્વપૂર્ણ સુરક્ષા નિર્ણયો પણ

અહીંથી લેવામાં આવ્યા હતા.”

મંત્રીએ જણાવ્યું હતું કે,” 'સેવા તીર્થ' ની સ્થાપના આધુનિક, ટેકનોલોજીકલ રીતે અદ્યતન અને પર્યાવરણને અનુકૂળ કાર્યસ્થળની

જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જે કર્મયોગીઓની કાર્યક્ષમતા અને સેવાની ભાવનાને વધુ મજબૂત

બનાવશે.”

કેન્દ્રીય મંત્રીમંડળે વડાપ્રધાન મોદીના નેતૃત્વ પ્રત્યે

આભાર વ્યક્ત કર્યો હતો કે,” તેમણે શાસનનું ધ્યાન વસાહતી ભૂતકાળથી 'સેવાના તીર્થ' તરફ વાળ્યું.”

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande