
નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, રવિવારે સમાજ સુધારક સંત સેવાલાલ મહારાજને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, મહાન સમાજ સુધારક શ્રી સંત સેવાલાલ મહારાજને તેમની જન્મજયંતિ પર કોટી કોટી વંદન. સત્ય, અહિંસા અને ઉચ્ચ નૈતિક મૂલ્યોનો સંદેશ ફેલાવીને, તેમણે સમાજમાં નવી ચેતનાનો સંચાર કર્યો. તેમનું પ્રેરણાદાયી જીવન હંમેશા દેશવાસીઓને માર્ગદર્શન આપશે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનુપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ