
નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી (હિ.સ.) : ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ દરમિયાન બુધવારે હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને મળ્યા.
બંનેએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં ભારતના કાર્ય અને ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો સાથે ગુગલના સહયોગ અંગે ચર્ચા કરી.
પ્રધાનમંત્રીએ એક X-પોસ્ટમાં લખ્યું કે સુંદર પિચાઈને મળીને તેમને આનંદ થયો. તેમણે કહ્યું કે વાતચીત એઆઈ ક્ષેત્રમાં ભારતના પ્રયાસો અને ગુગલ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને કેવી રીતે જોડી શકે છે તેના પર કેન્દ્રિત હતી.
ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ સમિટ વિશ્વમાં આ પ્રકારની ચોથી સમિટ છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રશાંત શેખર/પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ