શેરબજાર સકારાત્મક નોંધ પર ખુલ્યું, સેન્સેક્સ 5૦5 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25,5૦૦ ને પાર થયો
નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી (હિ.સ.) સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે શેરબજાર સકારાત્મક નોંધ પર ખુલ્યું. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો તેજીમાં રહ્યા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) સેન્સેક્સ 5૦4.9૦ પોઈન્ટ એટલેકે ૦.61 ટકા વ
વ“ોી


નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી (હિ.સ.) સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે

બુધવારે શેરબજાર સકારાત્મક નોંધ પર ખુલ્યું. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો

તેજીમાં રહ્યા.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) સેન્સેક્સ 5૦4.9૦ પોઈન્ટ એટલેકે ૦.61 ટકા વધીને 82,73૦.82 પર ટ્રેડ થઈ

રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) નિફ્ટી 155.2૦ પોઈન્ટ એટલેકે ૦.61 ટકા વધીને 25,579.85

પર ટ્રેડ થઈ

રહ્યો છે.

આજે શરૂઆતના ટ્રેડિંગમાં, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજીસ, ટીસીએસ, ઇન્ફોસિસ અને એનટીપીસી જેવા શેરોએ

નિફ્ટી ઇન્ડેક્સનું નેતૃત્વ કર્યું. દરમિયાન, આઇશર મોટર્સ, મારુતિ સુઝુકી, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને કોલ ઇન્ડિયા જેવા શેરોમાં ઘટાડો

જોવા મળ્યો.

નોંધનીય છે કે, મંગળવારે સેન્સેક્સ 1,૦68.૭૪ પોઈન્ટ અથવા 1.28 ટકા ઘટીને 82,225.92 પર બંધ થયો હતો.

દરમિયાન, એનએસઈ નિફ્ટી 228.35 પોઈન્ટ એટલેકે 1.12 ટકા ઘટીને 25,424.65

પર બંધ થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande