
કાઠમંડુ, નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.) નેપાળમાં 5 માર્ચે યોજાનારી
સંસદીય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે ગૃહ મંત્રાલયને 27 ફેબ્રુઆરીથી અંતિમ પરિણામો જાહેર ન થાય ત્યાં
સુધી, એટલે કે 7 માર્ચ સુધી
દારૂના વેચાણ, વિતરણ અને સેવન
પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો નિર્દેશ આપ્યો છે.
ગૃહ મંત્રાલયને મતદાન દરમિયાન કોઈપણ પ્રતિબંધિત પ્રવૃત્તિઓ
અટકાવવા અને આવા કોઈપણ ઉલ્લંઘનની તાત્કાલિક જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. પંચે
ગૃહ મંત્રાલયને પત્ર લખીને તમામ મુખ્ય જિલ્લા અધિકારીઓ (સીડીઓ) અને સુરક્ષા
એજન્સીઓને 2 માર્ચે બપોરે 12:00 વાગ્યે શરૂ
થનારા ચૂંટણી મૌન સમયગાળા દરમિયાન ચૂંટણી આચારસંહિતાનું કડક પાલન સુનિશ્ચિત કરવા
સૂચના આપવા વિનંતી કરી છે.
પંચે એમ પણ જણાવ્યું હતું કે,” 4 માર્ચે
મધ્યરાત્રિ 12:00 વાગ્યાથી 5 માર્ચની સાંજ
સુધી તમામ જાહેર અને ખાનગી વાહનોના સંચાલન પર પ્રતિબંધ રહેશે. જોકે, એમ્બ્યુલન્સ, ફાયર એન્જિન, શબવાહિની વાહનો, રક્ત પરિવહન
સેવાઓ, સુરક્ષા વાહનો
અને વીજળી, પાણી, સ્વચ્છતા અને
ટેલિકોમ્યુનિકેશન જાળવણી સંબંધિત આવશ્યક સેવા વાહનોને મંજૂરી આપવામાં આવશે.
રાજદ્વારી મિશન અને સત્તાવાર ચૂંટણી પાસ ધરાવતા વાહનોના વાહનોને પણ સંચાલન કરવાની
મંજૂરી આપવામાં આવશે.”
કમિશને સ્પષ્ટતા કરી હતી કે, મતદાનના દિવસે સ્થાનિક અને
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સામાન્ય રીતે કાર્યરત રહેશે. માન્ય ટિકિટ ધરાવતા મુસાફરોને
એરલાઇન્સ અથવા ખાનગી સેવાઓ દ્વારા ગોઠવાયેલા વાહનોમાં એરપોર્ટ પર મુસાફરી કરવાની
મંજૂરી આપવામાં આવશે. ચૂંટણી સુરક્ષા (વ્યવસ્થાપન) માર્ગદર્શિકા, 2082, અને પ્રતિનિધિ
ગૃહના સભ્યો માટે ચૂંટણી (મતદાન) માર્ગદર્શિકા, 2082 અનુસાર, મતદારોએ માન્ય ઓળખ દસ્તાવેજો, જેમ કે મતદાર ઓળખ કાર્ડ અથવા નાગરિકતા
પ્રમાણપત્ર, રાષ્ટ્રીય ઓળખ
કાર્ડ, પાસપોર્ટ, જમીન માલિકી
પ્રમાણપત્ર અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાન મથકે લાવવાની જરૂર રહેશે.
સુરક્ષા કર્મચારીઓ અને મતદાન અધિકારીઓને ઉપરોક્ત કોઈપણ
દસ્તાવેજો રજૂ કરવા પર મતદાર યાદીમાં નોંધાયેલા લાયક મતદારોને મતદાન કરવા દેવાની
સૂચના આપવામાં આવી છે. કમિશને એમ પણ જણાવ્યું હતું કે,” વાહન પરમિટ પ્રક્રિયા, 2082 અનુસાર મતદાનના
દિવસે વાહન પાસ જારી કરવા માટે કમિશનના સચિવાલય ખાતે પાસ વિતરણ એકમ સ્થાપિત
કરવામાં આવશે. આ એકમમાં ચૂંટણી પંચના બે અધિકારીઓ અને કાઠમંડુ જિલ્લા વહીવટી
કાર્યાલયના બે અધિકારીઓને તૈનાત કરવામાં આવશે.”
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ