લાખાબાવળ સ્ટેશન પર રદ કરાયેલા તમામ સ્ટોપેજ તાત્કાલિક અસરથી પુનઃ શરૂ
લાખાબાવળ સ્ટેશન પર રદ કરાયેલા તમામ સ્ટોપેજ
લાખાબાવળ સ્ટેશન પર રદ કરાયેલા તમામ સ્ટોપેજ તાત્કાલિક અસરથી પુનઃ શરૂ


ભાવનગર ,28 ફેબ્રુઆરી (હિ.સ.)

રાજકોટ ડિવિઝનના લાખાબાવળ રેલવે સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજ (FOB) ના નિર્માણ કાર્યને કારણે કામચલાઉ ધોરણે રદ કરવામાં આવેલા ટ્રેનોના સ્ટોપેજ હવે તાત્કાલિક અસરથી પુનઃ શરૂ કરવામાં આવ્યા છે.

એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન વિભાગ દ્વારા લાખાબાવળ સ્ટેશન પર બંને પ્લેટફોર્મ તથા ફૂટ ઓવર બ્રિજ (FOB) નું કાર્ય પૂર્ણ કરી તેને સંચાલન માટે સોંપવામાં આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ તારીખ ૨૬ ફેબ્રુઆરીથી ૫ માર્ચ, ૨૦૨૬ સુધી નીચે મુજબની ટ્રેનોના સ્ટોપેજ કામચલાઉ ધોરણે રદ કરવામાં આવ્યા હતા, જે હવે ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે:

પુનઃ શરૂ કરાયેલા સ્ટોપેજની વિગત

૧) ટ્રેન સંખ્યા ૧૯૨૦૯ ભાવનગર–ઓખા એક્સપ્રેસ: ૨૮.૦૨.૨૦૨૬ થી શરૂ

૨) ટ્રેન સંખ્યા ૧૯૨૧૦ ઓખા–ભાવનગર એક્સપ્રેસ: ૦૧.૦૩.૨૦૨૬ થી શરૂ

૩) ટ્રેન સંખ્યા ૫૯૫૫૨ ઓખા–રાજકોટ લોકલ: ૨૮.૦૨.૨૦૨૬ થી શરૂ

૪) ટ્રેન સંખ્યા ૫૯૫૫૧ રાજકોટ–ઓખા લોકલ: ૨૮.૦૨.૨૦૨૬ થી શરૂ

હવે ઉપરોક્ત ટ્રેનો લાખાબાવળ સ્ટેશન પર નિયમ મુજબ ઉભી રહેશે.

રેલ મુસાફરોને વિનંતી છે કે તેઓ ટ્રેનોના પરિચાલન સંબંધિત અદ્યતન માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરે, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande