
મુંબઈ, 4 ફેબ્રુઆરી (હિ.સ.) : ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની ત્રણ દિવસીય સમીક્ષા બેઠક અહીં શરૂ થઈ છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં આ બેઠક કેન્દ્રીય બજેટ પછી ભારત-અમેરિકા વેપાર કરાર પર નવા અપડેટ્સ વચ્ચે થઈ રહી છે. MPC ની સમીક્ષા બેઠકમાં રેપો રેટ યથાવત રહેવાની શક્યતા છે.
આરબીઆઇ ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં બુધવારે શરૂ થયેલી નાણાકીય નીતિ સમિતિ (MPC) 6 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. સંજય મલ્હોત્રા 6 ફેબ્રુઆરીએ બેઠકના નિર્ણયની જાહેરાત કરશે. આ સમીક્ષા બેઠકમાં રેપો રેટ યથાવત રહેવાની શક્યતા છે.
આરબીઆઇ એ ફેબ્રુઆરી 2025 થી રેપો રેટમાં કુલ 1.25% ઘટાડો કર્યો છે, જેનાથી નીતિગત વ્યાજ દર 5.25% સુધી ઘટી ગયો છે. નિષ્ણાતો કહે છે કે ફુગાવો હવે તેના નીચા સ્તરથી ફરી વધવા લાગ્યો છે, તેથી કેન્દ્રીય બેંક વધુ જોખમ લેવાનું ટાળશે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ