અનિલ અંબાણી અને રિલાયન્સ પાવર લિમિટેડ સાથે જોડાયેલી અનેક કંપનીઓ પર ઈડી ના દરોડા
નવી દિલ્હી, 6 માર્ચ (હિ.સ): ઉદ્યોગપતિ અનિલ અંબાણીના જૂથની કંપની રિલાયન્સ પાવર લિમિટેડમાં મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, શુક્રવારે મુંબઈ અને હૈદરાબાદમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ઈ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)


નવી દિલ્હી, 6 માર્ચ (હિ.સ): ઉદ્યોગપતિ અનિલ અંબાણીના જૂથની કંપની રિલાયન્સ પાવર લિમિટેડમાં મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, શુક્રવારે મુંબઈ અને હૈદરાબાદમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ઈડી અધિકારીઓ અનિલ અંબાણી અને રિલાયન્સ પાવર લિમિટેડ સાથે જોડાયેલી કંપનીઓ પર દરોડા પાડી રહ્યા છે. ઈડી ની પંદર ટીમોએ આજે સવારે કંપની સાથે સંકળાયેલા વ્યક્તિઓ સામે દરોડા પાડ્યા હતા.

એવો અહેવાલ છે કે, કેન્દ્રીય તપાસ એજન્સીના અધિકારીઓ બંને શહેરોમાં અનિલ અંબાણીની કંપની અને તેના અધિકારીઓ સાથે જોડાયેલા આશરે 10-12 સ્થળોએ દરોડા પાડી રહ્યા છે. દરોડા મુંબઈ અને હૈદરાબાદમાં પાડવામાં આવી રહ્યા છે. આ સ્થળોએ કંપનીની ઓફિસો, અધિકારીઓના ખાનગી રહેઠાણો અને અન્ય સંબંધિત પરિસરનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન, એજન્સી ટીમોએ દસ્તાવેજો, નાણાકીય રેકોર્ડ અને અન્ય સંબંધિત સામગ્રી જપ્ત કરી.

ઈડી ની આ કાર્યવાહી એજન્સીની વ્યાપક તપાસનો એક ભાગ છે, જે બેંક છેતરપિંડી સંબંધિત વ્યવહારો અને નાણાકીય અનિયમિતતાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ઈડી એ અગાઉ સંકેત આપ્યો છે કે, તે અનિલ અંબાણી સાથે જોડાયેલી વિવિધ ગ્રુપ કંપનીઓની નાણાકીય પ્રવૃત્તિઓનું વિશ્લેષણ કરી રહી છે અને શંકાસ્પદ વ્યવહારો ઓળખી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande