શ્રી કંટાળા પ્રાથમિક શાળામાં રોટરી ક્લબ ભાવનગર દ્વારા સ્માર્ટ બોર્ડનું દાન, વિદ્યાર્થીઓને ટેકનોલોજી આધારિત શિક્ષણ મળશે.
ભાવનગર, 11 માર્ચ (હિ.સ.)કંટાળા ગામ ખાતે આવેલી શ્રી કંટાળા પ્રાથમિક શાળામાં શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. શાળાના વિદ્યાર્થીઓને આધુનિક અને ટેકનોલોજી આધારિત શિક્ષણ મળી રહે તે હેતુસર રોટરી ક્લબ ભાવનગર દ્વારા શાળાને સ્માર્ટ બોર્
ભાવનગર


ભાવનગર, 11 માર્ચ (હિ.સ.)કંટાળા ગામ ખાતે આવેલી શ્રી કંટાળા પ્રાથમિક શાળામાં શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. શાળાના વિદ્યાર્થીઓને આધુનિક અને ટેકનોલોજી આધારિત શિક્ષણ મળી રહે તે હેતુસર રોટરી ક્લબ ભાવનગર દ્વારા શાળાને સ્માર્ટ બોર્ડનું દાન આપવામાં આવ્યું છે. આ સ્માર્ટ બોર્ડના કારણે હવે વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમથી અભ્યાસ કરવાની વધુ સારી તક મળશે.આ સ્માર્ટ બોર્ડની મદદથી શિક્ષકો બાળકોને વિડિઓ, ચિત્રો, પ્રેઝન્ટેશન અને અન્ય ડિજિટલ સામગ્રી દ્વારા સરળ અને રસપ્રદ રીતે પાઠ ભણાવી શકશે. જેના કારણે વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે વધુ રસ વધશે અને મુશ્કેલ વિષયો પણ સરળતાથી સમજાવી શકાશે. ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળામાં આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ થવી એ વિદ્યાર્થીઓ માટે ખુબ જ લાભદાયક સાબિત થશે.શાળામાં યોજાયેલા એક સરળ કાર્યક્રમ દરમિયાન રોટરી ક્લબ ભાવનગરના પ્રતિનિધિઓ દ્વારા આ સ્માર્ટ બોર્ડ શાળાને સોંપવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી. બાળકોને આધુનિક શિક્ષણની દિશામાં આગળ વધારવા માટે આ પહેલને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.શાળાના આચાર્ય શ્રી દિપેનકુમાર દીક્ષિતે રોટરી ક્લબ ભાવનગરનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ સ્માર્ટ બોર્ડના કારણે શાળાના વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજી સાથે અભ્યાસ કરવાની તક મળશે અને શિક્ષણની ગુણવત્તામાં પણ વધારો થશે. સાથે જ તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો દ્વારા શાળાઓને સહાય પ્રાપ્ત થતી રહેશે.રોટરી ક્લબ ભાવનગર દ્વારા કરવામાં આવેલ આ સેવાકીય કાર્યને ગામલોકો અને શિક્ષણપ્રેમીઓ દ્વારા પણ વખાણવામાં આવ્યું છે. આવી પહેલો શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક બદલાવ લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થતી હોય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande