ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના શુભમને મળ્યો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો લાભ.
ભાવનગર, 11 માર્ચ (હિ.સ.)રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઘોઘા તાલુકાના મોટા ખોખરા (દંગા વિસ્તાર) ગામના બાળકને જન્મ જાત હૃદયરોગની ખામી હતી. તેનો પરિવાર આ જાણીને ચિંતામાં ગરકાવ હતો. પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા ભાવનગરના ઘોઘ
ભાવનગર


ભાવનગર, 11 માર્ચ (હિ.સ.)રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઘોઘા તાલુકાના મોટા ખોખરા (દંગા વિસ્તાર) ગામના બાળકને જન્મ જાત હૃદયરોગની ખામી હતી. તેનો પરિવાર આ જાણીને ચિંતામાં ગરકાવ હતો. પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા ભાવનગરના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના બાળકનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે એક રીતે આ બાળકને નવજીવનના રૂપે સંજીવની મળી છે.હ્યદયરોગથી પીડાતા આ પરિવારની મદદમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત કાર્યક્રમ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આવ્યો છે. આ કાર્યક્રમ દ્વારા બાળકોની શારીરિક તપાસ કરવામાં આવે છે જેમાં બાળકની તમામ સ્વાસ્થ્યને લગતી બાબતો નોંધવામાં આવે છે. જેના આધારે આવાં ગંભીર પ્રકારનો રોગ પણ જાણમાં આવે છે અને તેના તુરંત જ પ્રાથમિક રિપોર્ટ કરાવવાથી ગંભીર પ્રકારની બિમારીને જાણી તેની સારવાર કરી શકાય છે. આ કાર્યક્રમથી અનેક બાળકોની સારવાર શક્ય બની છે.

આવી જ રીતે ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામે રહેતાં શ્રી વિપુલભાઈ બાલાભાઈ ડાભીના પુત્ર શુભમ ને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ દ્વારા તપાસ કરતા બાળકને જન્મજાત હૃદયરોગ જણાયો હતો.આ અન્વયે આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસર ડૉ. મુબારક ચોકીયા તથા ડૉ. દીયાબેન વિરાણી દ્વારા વાળીને સંદર્ભ કાર્ડ થતાં દરખાસ્તપત્રક ભરીને તુરંત જ ભાવનગર ખાતે આવેલ સર ટી. હોસ્પિટલ ખાતે તથા ત્યારબાદ અમદાવાદ ખાતે આવેલ યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે આ બાળકને રીફર કરવામાં આવ્યું હતું.આથી યુ. એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદ ખાતે તા. ૦૬/૧૦/૨૦૨૫ ના રોજ શુભમ નું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તા. ૦૬/૦૧/૨૦૨૬ ના રોજ આખરી તપાસની કરતાં શુભમ ને સ્વાસ્થ્ય હોવાનું જણાવવામાં આવ્યું હતું. આમ, વિનામૂલ્યે સફળ ઓપરેશન થતાં બાળકને પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી તેમજ સરકારશ્રીના રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમનો આભાર માનેલ હતો.આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ચંદ્રમણી કુમાર પ્રસાદ, આર.સી.એચ.ઓ.શ્રી ડો. કોકિલાબેન સોલંકી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. સૂફીયાન લાખાણી, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના મેડિકલ ઓફિસર ડૉ. મુબારક ચોકીયા તથા ડૉ. દીયાબેન વિરાણી, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ફાર્માસિસ્ટ જીજ્ઞા ભોજ નો સહયોગ મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande