
નવી દિલ્હી, 11 માર્ચ (હિ.સ.) જુનૈદ ખાન અને સાઈ પલ્લવીની આગામી ફિલ્મ 'એક દિન'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ આમિર ખાનના પ્રોડક્શન હાઉસ, આમિર ખાન પ્રોડક્શન્સ હેઠળ બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સાઈ પલ્લવી આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.
સુનીલ પાંડે દ્વારા દિગ્દર્શિત રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ, પ્રેમ અને ઝંખનાથી ભરેલી છે. ફિલ્મનું ટીઝર થોડા દિવસો પહેલા રિલીઝ થયું હતું અને તેને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. હવે, ટ્રેલર રિલીઝ થતાં જ, દર્શકોમાં ફિલ્મ પ્રત્યેનો ઉત્સાહ વધુ વધી ગયો છે. લગભગ 2 મિનિટ 13 સેકન્ડના ટ્રેલરની શરૂઆત જુનૈદ ખાનના પાત્રથી થાય છે, જે મીરા (સાઈ પલ્લવી) ને રાખવા માંગે છે, ભલે તે એક દિવસ માટે જ હોય. તેની ઇચ્છા પૂર્ણ થાય છે, પરંતુ વાર્તામાં એક રહસ્યમય વળાંક તેના સ્વપ્નને ચકનાચૂર કરતો દેખાય છે. ટ્રેલરમાં પ્રેમ, જુસ્સો અને ઝંખનાનું ભાવનાત્મક મિશ્રણ જોવા મળે છે.
નિર્માતાઓના મતે 'એક દિન', 1 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જુનૈદ ખાન અને સાઈ પલ્લવીની જોડીને પહેલીવાર મોટા પડદા પર જોવા માટે દર્શકો ઉત્સાહિત છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ