
નવી દિલ્હી, 12 માર્ચ (હિ.સ.): જર્મન લક્ઝરી કાર ઉત્પાદક ઓડીએ ગુરુવારે તેના વાહનોના ભાવમાં બે ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે તે 1 એપ્રિલથી ભારતમાં વાહનોના ભાવમાં વધારો કરશે.
ઓડી ઈન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર બલબીર સિંહ ઢીલ્લોએ જણાવ્યું હતું કે, કાચા માલના ખર્ચમાં તાજેતરના વધારા અને રૂપિયાના વધઘટને કારણે, અમે 1 એપ્રિલથી ભાવમાં મહત્તમ બે ટકાનો ફેરફાર કરી રહ્યા છીએ. ઢીલ્લો એ ઉમેર્યું હતું કે, અમે અમારા ગ્રાહકો પર આ વધારાની અસર ઘટાડવા માટે પ્રતિબદ્ધ છીએ. કંપનીના જણાવ્યા અનુસાર, આ ભાવ વધારો દરેક મોડેલ પર લાગુ થશે. વિવિધ મોડેલોના એક્સ-શોરૂમ ભાવમાં આ મહત્તમ બે ટકાનો વધારો હશે.
ઓડી ઈન્ડિયા હાલમાં ભારતમાં વિવિધ લક્ઝરી કાર અને એસયુવી વેચે છે, જેમાં ઓડી કયુ3 થી ઓડી આરએસકયુ8 સુધીના મોડેલનો સમાવેશ થાય છે. તેમની કિંમતો આશરે ₹ 43.23 લાખથી ₹ 2.34 કરોડ સુધીની છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ