પાટણમાં ફાયરિંગની ઘટના: યુસુબખાન પઠાણનું મોત
પાટણ, 12 માર્ચ (હિ.સ.) પાટણ શહેરમાં અચાનક થયેલી ફાયરિંગની ઘટનાથી વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં બુકડીગામના રહેવાસી અને ભેંસોના વેપારી 50 વર્ષીય યુસુબખાન ચાંદખાન પઠાણને ગોળી વાગતા ગંભીર ઇજા પહોંચી હતી. પ્રાથમિક માહિતી મુજબ યુસુબ
પાટણમાં ફાયરિંગની ઘટના: યુસુબખાન પઠાણનું મોત


પાટણમાં ફાયરિંગની ઘટના: યુસુબખાન પઠાણનું મોત


પાટણ, 12 માર્ચ (હિ.સ.) પાટણ શહેરમાં અચાનક થયેલી ફાયરિંગની ઘટનાથી વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં બુકડીગામના રહેવાસી અને ભેંસોના વેપારી 50 વર્ષીય યુસુબખાન ચાંદખાન પઠાણને ગોળી વાગતા ગંભીર ઇજા પહોંચી હતી.

પ્રાથમિક માહિતી મુજબ યુસુબખાન પઠાણ જ્યારે પોતાની ગાડીમાં અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઝહીર ખોખરા અને અન્ય કેટલાક લોકોએ તેમની ઉપર ફાયરિંગ કર્યું હતું. લગભગ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવે છે.

ગોળી વાગતા યુસુબખાનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ પાટણ LCB સહિત પોલીસની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી સીસીટીવી કેમેરા ચકાસવામાં આવી રહ્યા છે અને આરોપીઓની શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande