મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે જિલ્લા કક્ષાના મિલેટ મહોત્સવ અને પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી : ખેડૂતો ઉત્સાહભેર જોડાયા
જુનાગઢ, 15 માર્ચ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ દેશભરના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૨મો હપ્તો રિલીઝ કર્યો હતો, જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના આશરે ૧,૪૨,૩૩૯ ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ. ૨૦૦૦ પેટે કુલ રૂ.૨૯.૬૩ કરોડથી વધુની સહ
મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે જિલ્લા કક્ષાના


જુનાગઢ, 15 માર્ચ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ દેશભરના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૨મો હપ્તો રિલીઝ કર્યો હતો, જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના આશરે ૧,૪૨,૩૩૯ ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ. ૨૦૦૦ પેટે કુલ રૂ.૨૯.૬૩ કરોડથી વધુની સહાય જમા કરવામાં આવી હતી.

મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે જિલ્લા કક્ષાના મિલેટ મહોત્સવ અને પીએમ કિસાન ઉત્સવ દિવસની જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા. સાથે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનું વર્ચ્યુઅલી પ્રેરક સંબોધન નિહાળ્યું હતું.

આ તકે મિલેટ્સની વાનગીઓ અન્ય ખેતીલક્ષી ઉત્પાદનો, આધુનિક કૃષિ ઓજારો સહિતનું સ્ટોલના માધ્યમથી નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને સીધી સહાય મળે તેવી પારદર્શક વ્યવસ્થા કરી છે. આજે તેના જ ભાગરૂપે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૨મો હપ્તો રિલીઝ કરીને સહાયની રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની પડખે રહી છે, કુદરતી આપદામાં પણ ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે રાજ્ય સરકારે ઐતિહાસિક રૂ. ૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, ખેડૂતોને પોતાની જણસોના પૂરતા ભાવ મળી રહે તે માટે મગફળી, તુવેર સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી કરી છે, આ ઉપરાંત કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ ખેડૂતો માટે કાર્યરત છે, ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીથી માંડીને ખાતરની ખરીદીમાં પણ ખૂબ મોટી સબસીડી સહાય આપવામાં આવે છે. ઉપરાંત ખેડૂતોને ૪ લાખનો અકસ્માત વીમા પણ આપવામાં આવી રહ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતોને આજે પૂરતી વીજળી મળી રહી છે. સાથે જ જ્યોતિગ્રામ યોજના હેઠળ ગામડામાં ૨૪ કલાક વીજળી મળી રહી છે, એક સમય હતો કે, જ્યારે પૂરતી વીજળીને મળતી હતી અને કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે વીજળીના અભાવે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ સ્થિતિમાંથી ગુજરાત સરકાર બહાર લાવી છે. ઉપરાંત તેમણે ઉમેર્યું કે, એક સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડેલી હતી, ખેડૂતો સહિત સામાન્ય લોકોને ભારે કનડગત રહેતી હતી, ત્યારે ગુજરાત સરકારે લોકો સુખ શાંતિ સાથે રહી શકે તેવું શાસન આપ્યું છે.

જિલ્લા પંચાયતના પ્રમુખએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવાનો અનુરોધ કરતા જણાવ્યું હતું કે, જે આપણો મૂળભૂત ખોરાક હતો તેવા જુવાર બાજરી વગેરે જાડા ધાન્ય મિલેટ વગેરેથી દૂર થયા છે, તેના પરિણામે રોગોનું પ્રમાણ ગંભીર રીતે વધ્યું છે. ત્યારે આ રોગોમાંથી બહાર આવવા માટે પ્રાકૃતિક કૃષિ જરૂરી છે.

આ પ્રસંગે કૃષિ વૈજ્ઞાનિક ડો. ડી.આર. વઘાસિયાએ હવામાન અને મિલેટ્સ પાકોના સંદર્ભે ખેડૂતોનું માર્ગદર્શન કર્યું હતું, ઉપરાંત પ્રગતિશીલ ખેડૂત દિલીપભાઈ ફળદુ અને જમનભાઈ ટાંકે પ્રાકૃતિક કૃષિની પ્રવર્તમાન સમયમાં મહત્વતા અને પ્રાકૃતિક કૃતિના મૂલ્યવર્ધન વિશે ખેડૂતો માટે ઉપયોગી જાણકારી આપી હતી.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ શાબ્દિક સ્વાગત અને નાયબ ખેતી નિયામક તાલીમ ડી.જી. રાઠોડે આભાર વિધિ કરી હતી.

ઉલ્લેખનીયે છે કે મિનિટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત જિલ્લામાં મેંદરડા ઉપરાંત કેશોદ, માંગરોળ, માળીયાહાટીના, માણાવદર ,વિસાવદર, માંગરોળ ભેસાણ અને વંથલી ખાતે મિલેટ મેળો યોજાયો હતો. જેનો પણ મોટી સંખ્યામાં ખેડૂત સહિતના નાગરિકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે અગ્રણી રાકેશભાઈ ગોહિલ સહિતના સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande