
સુરત, 15 માર્ચ (હિ.સ.)સુરતના ડિંડોલી વિસ્તારમાં કૃષ્ણા AC મોલ પાસે 26 વર્ષીય આશિષસિંહ રાજપૂતની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આશિષસિંહ પોતાના મિત્રો સાથે નીલગીરી સર્કલ ખાતે યોજાયેલા સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરીને પરત ફરી રહ્યા હતા.
ડિંડોલી તળાવ પાસે મોલની બાજુમાં ગાડી પાર્ક કરીને તેઓ બાઈક લેવા નીચે ઉતર્યા ત્યારે અચાનક એક ફોર-વ્હીલર અને 3-4 બાઇકમાં આવેલા અજાણ્યા ઈસમોએ આશિષસિંહ પર ઘાતક હુમલો કર્યો હતો. હુમલાખોરો હુમલો કરીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ગંભીર હાલતમાં આશિષસિંહને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આરોપીઓને ઝડપવા માટે તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે