ગ્રિન વૉલ ઑફ અરવલ્લી' યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં 2.30 લાખ વૃક્ષોનું વાવેતર: વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળી
ગાંધીનગર, 18 માર્ચ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ''ગ્રિન વૉલ ઑફ અરવલ્લી'' યોજના- પ્રોજેક્ટની શરૂઆત ગત તા. 5 જૂન 2025ના રોજ દિલ્હી ખાતેથી કરવામાં આવી હતી.''ગ્રિન વૉલ ઑફ અરવલ્લી'' ગિરીમાળા એ ગુજરાતથી દિલ્હી સુધી વિસ્તરેલી છે.મુખ્યમંત્
ફાઈલ ફોટો: મંત્રી પ્રવિણ માળી


ગાંધીનગર, 18 માર્ચ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 'ગ્રિન વૉલ ઑફ અરવલ્લી' યોજના- પ્રોજેક્ટની શરૂઆત ગત તા. 5 જૂન 2025ના રોજ દિલ્હી ખાતેથી કરવામાં આવી હતી.'ગ્રિન વૉલ ઑફ અરવલ્લી' ગિરીમાળા એ ગુજરાતથી દિલ્હી સુધી વિસ્તરેલી છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ યોજના હેઠળ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 2.30 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેનો જીવંત દર ખૂબ જ સારો છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું.

રાજ્ય મંત્રી માળીએ કહ્યું હતું કે, રાજ્યમાં વૃક્ષોના જલ્દી ઉછેર માટે વન વિભાગ દ્વારા 6 થી 10 ફૂટના રોપા તૈયાર કરીને વિતરણ કરવામાં આવશે જેથી વૃક્ષ પ્રેમીઓએ ખાનગી નર્સરીમાંથી રોપા લેવાની જરૂરિયાત રહેશે નહીં. વન વિભાગ દ્વારા આ વૃક્ષની 10 વર્ષ સુધી જાળવણી કરવામાં આવશે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડાઓને એકત્રિત કરવાનું કામ કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતીના ભાગરૂપે વન વિભાગ દ્વારા દરેક વિધાનસભામાં વિસ્તારમાં તેમની સ્મૃતિમાં રાજ્યમાં 562 વૃક્ષો ધરાવતા સ્મૃતિ વન તૈયાર કરવામાં આવી રહ્યા છે.

જે હેઠળ ઈડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને હિંમતનગર એમ ચાર જગ્યાએ સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

રાજ્ય મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું કે, કેમ્પા યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં કુલ 1508 હેક્ટરમાં 14 લાખ રોપાઓનું વાવેતર કરાયું છે.જેમાં ખેડબ્રહ્મામાં 454 હેક્ટરમાં 4.55 લાખ રોપાઓ વાવવામાં આવ્યા છે તેમ મંત્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande