
બોટાદ, 18 માર્ચ (હિ.સ.) : બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી મળી રહે તે હેતુસર બોટાદ ગ્રામિણ કોટા એક્સેસ બેંક લી. અને અમરેલીની શિતલ કુલ પ્રોડક્ટસ લી. દ્વારા ટ્રેઈની કેન્દ્ર મેનેજર/ ફિલ્ડ ઓફિસર, લેબર, સુપરવાઇઝર, સેલ્સ માર્કેટિંગ ઓફિસર, કોમ્પ્યુટર ઓપરેટર, એકાઉન્ટન્ટ, ડ્રાઈવર, સેલ્સ કો-ઓર્ડિનેટર સહિતની જગ્યાઓ માટે ૧૮થી ૫૦ વર્ષની વયના ધો.૧૦ પાસ / ૧૨ પાસ / આઇટીઆઇ / ગ્રેજ્યુએટ / ડિપ્લોમા પાસની લધુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
જેના માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા.૨૪/૦૩/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા માટે રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરી વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક anubandham.gujarat.gov.in પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ નો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. તેમ બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT