આઈપીએલ 2026: આરસીબી ટીમ સાથે જોડાયા વિરાટ, ભુવનેશ્વર અને ક્રુણાલ
બેંગલુરુ, નવી દિલ્હી, 18 માર્ચ (હિ.સ.) ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી, અનુભવી બોલર ભુવનેશ્વર કુમાર, ક્રુણાલ પંડ્યા અને દેવદત્ત પડિક્કલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 પહેલાં ટીમ સાથે જોડાઈ ગયા છે. આ સીઝનની શરૂઆત 28 માર્ચથી થઈ રહી છ
ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી


બેંગલુરુ, નવી દિલ્હી, 18 માર્ચ (હિ.સ.) ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી, અનુભવી બોલર ભુવનેશ્વર કુમાર, ક્રુણાલ પંડ્યા અને દેવદત્ત પડિક્કલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 પહેલાં ટીમ સાથે જોડાઈ ગયા છે. આ સીઝનની શરૂઆત 28 માર્ચથી થઈ રહી છે. આરસીબી પોતાનું અભિયાન એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે શરૂ કરશે.

આરસીબીએ બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર વીડિયો શેર કરીને આ સ્ટાર ખેલાડીઓના આગમનની પુષ્ટિ કરી હતી. વિરાટના આગમન અંગે આરસીબીએ લખ્યું કે, “તેમને જોવા જરૂરી નથી કે તેઓ આવી રહ્યા છે કે નહીં. કેલેન્ડર જુઓ, સંકેત મળી જશે.”

‘સ્વિંગ કિંગ’ ભુવનેશ્વર પણ ટીમમાં જોડાઈ ગયા છે. આરસીબીએ પોસ્ટમાં જણાવ્યું કે, તે શાંતિ લાવે છે, પરંતુ તેમનો પ્રભાવ ખૂબ જ શક્તિશાળી છે. ભુવી ઘરે પરત આવ્યા છે અને આ અનુભવી ખેલાડી ફરી એકવાર જવાબદારીઓ સંભાળવા તૈયાર છે. અમારા સ્વિંગ કિંગને તમારો પ્રેમ દર્શાવો.

પડિક્કલ પણ ટીમ સાથે જોડાઈ ગયા છે, જેમણે ગયા સીઝનમાં નંબર ત્રણ પર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આરસીબીએ પોસ્ટમાં લખ્યું કે, 2020માં ડેબ્યૂ કર્યું અને 2026માં પણ અમારા જ છે. બેંગલુરુનો પોતાનો સ્ટાર બોય દેવદત્ત પડિક્કલ આઈપીએલ 2026 માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

ક્રુણાલ ટીમ સાથે જોડાતા ફ્રેન્ચાઇઝીએ લખ્યું કે, “ઓરા ‘કે’ થી શરૂ થાય છે અને ‘એલ’ પર પૂરી થાય છે. તે પાછો આવી ગયો છે.” આમાં કોઈ આશ્ચર્ય નથી કે આજે બેંગલુરુનું હવામાન થોડું વધુ ઠંડું બની ગયું છે. 12મી મેન આર્મી, અમારા ‘ક્લચ ગોડ’ ક્રુણાલ પંડ્યા પર તમારો પ્રેમ વરસાવવાનું શરૂ કરો.

ગયા સીઝનમાં વિરાટ કોહલીએ 15 ઇનિંગ્સમાં 54.75ની સરેરાશ અને 144.71ના સ્ટ્રાઇક રેટ સાથે 657 રન બનાવ્યા હતા, જેમાં આઠ અડધી સદી સામેલ છે. કોહલી અત્યાર સુધી 267 આઈપીએલ મેચોમાં 8 સદી અને 63 અડધી સદી સાથે 8,661 રન બનાવી ચૂક્યા છે. ગયા સીઝનમાં ભુવનેશ્વર આરસીબી માટે ત્રીજા સૌથી વધુ વિકેટ લેતા બોલર રહ્યા હતા, જેમણે 14 મેચોમાં 28.41ની સરેરાશથી 17 વિકેટ લીધી હતી. ભુવનેશ્વર 190 આઈપીએલ મેચોમાં 198 વિકેટ મેળવી ચૂક્યા છે. જ્યારે ક્રુણાલે ગયા સીઝનમાં આરસીબી માટે 15 મેચોમાં 17 વિકેટ લેવા ઉપરાંત બેટથી 109 રન પણ બનાવ્યા હતા.

હિંદુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande