ચંદ્રુમાણા ગામે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અને નેચરલ ફાર્મિંગ સર્ટિફિકેશન વિષયક કાર્યક્રમ યોજાયો
પાટણ, 19 માર્ચ (હિ.સ.)પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ગુરુવારે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અને નેચરલ ફાર્મિંગ સર્ટિફિકેશન વિષયક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ઉપક્રમે ઇન્ટરનેશનલ કોમ્પિટિશન સેન્ટર ફોર ઓર્ગેનિક
ચંદ્રુમાણા ગામે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અને નેચરલ ફાર્મિંગ સર્ટિફિકેશન વિષયક કાર્યક્રમ યોજાયો


પાટણ, 19 માર્ચ (હિ.સ.)પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ગુરુવારે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અને નેચરલ ફાર્મિંગ સર્ટિફિકેશન વિષયક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ઉપક્રમે ઇન્ટરનેશનલ કોમ્પિટિશન સેન્ટર ફોર ઓર્ગેનિક એગ્રિકલ્ચર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન સ્ટેટ પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ભવદીપ વ્યાસ અને ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર ગોવિંદભાઈ ઠાકોરે ખેડૂતોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા લખાયેલ 'પ્રાકૃતિક કૃષિ' પુસ્તકનું વિતરણ કર્યું હતું. ક્લસ્ટર ઇન્ચાર્જ બ્રિજેશ વ્યાસે જણાવ્યું કે ચંદ્રુમાણા, ભલગામ અને માનપુર ગામોમાં હાલ 125 ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે.

અધિકારીઓએ વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો અને જણાવ્યું કે સરકારનું પ્રમાણપત્ર ખેડૂતો માટે મહત્વપૂર્ણ આધાર છે. સાથે જ ઈ-નામ પોર્ટલ દ્વારા પ્રાકૃતિક ઉત્પાદનોનું સીધું માર્કેટિંગ અને યોગ્ય ભાવ મળે તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ અને ખેડૂતોએ હાજરી આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande