ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં કમોસમી વરસાદ શરૂ થયો
ગીર સોમનાથ 19 માર્ચ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તથા સુત્રાપાડા તાલુકા ના ગામોમા કમોસમી વરસાદ અને ઝાપટા શરુ થયા છે, જેને લઈને સુત્રાપાડા પંથક ના ગામડાઓમાં વરસાદી ઝાપટા થી ખેડૂતો ચિંતિત બન્યા છે. સુત્રાપાડા પંથકમાં હાલ ખેડૂતોએ વાવેલ ઉના
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં કમોસમી વરસાદ શરૂ થયો


ગીર સોમનાથ 19 માર્ચ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તથા સુત્રાપાડા તાલુકા ના ગામોમા કમોસમી વરસાદ અને ઝાપટા શરુ થયા છે, જેને લઈને સુત્રાપાડા પંથક ના ગામડાઓમાં વરસાદી ઝાપટા થી ખેડૂતો ચિંતિત બન્યા છે.

સુત્રાપાડા પંથકમાં હાલ ખેડૂતોએ વાવેલ ઉનાળુ વાવેતર મગ અડદ સોળી તલ જેવા પાકોને આ કમોસમી વરસાદથી નુકસાન થઈ શકે છે. સુત્રાપાડા પંથકમાં ગામોમાં માવઠાની અસર જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે આજે વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી ઝાપટાં શરૂ થયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande