
જુનાગઢ 19 માર્ચ (હિ.સ.) જૂનાગઢ શહેરમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. જૂનાગઢ શહેરના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના વિવિધ ગામોમાં માવઠાની અસર જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે આજે વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી ઝાપટાં શરૂ થયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ