પાટણમાં SP વી.કે. નાયીનું લેઉવા પાટીદાર સમાજ દ્વારા સન્માન
પાટણ, 19 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા બદલ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) વી.કે. નાયીનું લેઉવા પાટીદાર સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના પ્રતિનિધિઓએ SP કચેરી ખાતે મુલાકાત લઈને ફૂલહાર અને શાલ ઓઢાડીને તે
પાટણમાં SP વી.કે. નાયીનું લેઉવા પાટીદાર સમાજ દ્વારા સન્માન


પાટણ, 19 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા બદલ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) વી.કે. નાયીનું લેઉવા પાટીદાર સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના પ્રતિનિધિઓએ SP કચેરી ખાતે મુલાકાત લઈને ફૂલહાર અને શાલ ઓઢાડીને તેમની કામગીરીને બિરદાવી હતી.

સમાજે જિલ્લામાં ગુનાખોરી નિયંત્રણ અને પ્રજાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા લેવાયેલા પગલાંની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે પોલીસ વહીવટ પારદર્શક અને અસરકારક રહ્યો છે, જેના કારણે જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાયું છે.

આ પ્રસંગે આગેવાનોએ આશા વ્યક્ત કરી કે SPના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લો ભવિષ્યમાં પણ કાયદો અને વ્યવસ્થાના મામલે આદર્શ બની રહેશે અને તેમને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande