સીએમ ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં હાપા યાર્ડ ખાતે વિશાળ ખેડૂત સંમેલન યોજાયું
જામનગર, 20 માર્ચ (હિ.સ.) રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં હાપા એપીએમસી
હાપા યાર્ડ કાર્યક્રમ


જામનગર, 20 માર્ચ (હિ.સ.) રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં હાપા એપીએમસી ખાતે વિશાળ ખેડૂત સંમેલન યોજાયું હતું.

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - હાપા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ હાપા એપીએમસી ખાતે રૂ.85 લાખના ખર્ચે બનાવવામાં આવેલ ખેડૂત ભોજનાલય અને રૂ.65 લાખના ખર્ચે બનાવવામાં આવેલ ખેડૂત આરામ ગૃહનું ઈ-લોકાર્પણ કર્યું હતું.કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમ થકી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, હાપા એપીએમસી ખાતે ખેડૂત ભાઈઓ માટે ભોજનાલય અને ગેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે. જેના થકી યાર્ડમાં જ ખેડૂતોને નહિવત દરે શુદ્ધ ભોજન અને આરામ કરવાની સુવિધા ઉપલબ્ધ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત માટે રજૂ કરેલા જ્ઞાનના ચાર પિલ્લર એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ પૈકી અન્નદાતા તરીકે ખેડૂતો મુખ્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતો પ્રત્યે હર-હંમેશ સંવેદના દર્શાવે છે. તેમના પ્રયાસોથી ખેડૂતોનું જીવન ઉન્નત થયું છે. સૌની યોજના થકી ખેડૂતોના ખેતરો સુધી નર્મદાનું પાણી પહોંચ્યું છે. ખેડૂતોને ૨૪ કલાક વીજળી મળી શકે તે હેતુથી સરકારે જ્યોતિગ્રામ યોજના અમલમાં મૂકી છે. આ ઉપરાંત પણ ખેતીમાં ખેડૂતોને ઉપયોગી થઈ શકાય તે માટે સરકારની વિવિધ યોજનાઓ અમલમાં છે. નાના ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવે, એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતોને ખેતી માટે પાણી અને વીજળી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ અને ખેડૂત કલ્યાણને કેન્દ્રમાં રાખ્યા છે. ખેડૂતોને મળતી સહાય ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં સીધી જમા થાય છે. અગાઉ ખેડૂતો પાસેથી પાક ધીરાણ પર ૧૮% વ્યાજ વસૂલવામાં આવતું હતું. હવે ખેડૂતોને રૂ.3 લાખ સુધીની રકમ ઉપર વ્યાજમાફી મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કૃષિ, ઉદ્યોગ,ખેડૂત ત્રણે એક જ પ્લેટફોર્મ પર ભેગા થઈ વૈશ્વિક શિખરો સર કરે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. દેશમાં પ્રથમ વખત સહકાર મંત્રાલય શરૂ કરવાના આવ્યું છે, જેના થકી ખેડૂતોને ફાયદો થયો છે.રાસાયણિક ખાતરો અને દવાઓ થકી જમીનની ફળદ્રુફતા ઘટે છે અને ખેડૂતોનો પણ ખેતી ખર્ચ વધે છે. ખેડૂતોની આવક વધે, નહિવત ખર્ચ થાય, જમીનનું સ્તર સુધરે અને લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સરકારે પ્રાકૃતિક ખેતી અભિયાન વેગવંતુ બનાવ્યું છે. જેના પ્રચાર માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યના જિલ્લાઓમાં જઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande