મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી જામનગરને આપી રૂ. 412.16 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ
જામનગર, 20 માર્ચ (હિ.સ.) રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૈત્રી નવરાત્રી, ચેટીચાંદ અને નૂતન વર્ષ પ્રતિપદાના પવિત્ર અવસરે જામનગર જિલ્લાને રૂ. 412.16 ૬ કરોડના ખર્ચે 57 જેટલા વિકાસકાર્યોની ભેટ ધરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વ
જામનગર ને વિકાસ ની ભેટ


જામનગર, 20 માર્ચ (હિ.સ.) રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૈત્રી નવરાત્રી, ચેટીચાંદ અને નૂતન વર્ષ પ્રતિપદાના પવિત્ર અવસરે જામનગર જિલ્લાને રૂ. 412.16 ૬ કરોડના ખર્ચે 57 જેટલા વિકાસકાર્યોની ભેટ ધરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી વિરાસત ભી’ના મંત્રને આજે જામનગરમાં રાજ્ય સરકાર દ્વારા સાકાર કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ જ દિવસમાં ભરૂચ, પંચમહાલ અને દાહોદ બાદ આજે જામનગર સહિત કુલ રૂ. 2923 કરોડના વિકાસકામો લોકાર્પિત કરીને રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ અને જનસુખાકારીનો નવો અધ્યાય શરૂ કર્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, એક સમયે સૌરાષ્ટ્રમાં પાણી અને વીજળીની ભારે અછત હતી, પરંતુ વડાપ્રધાનના દૂરંદેશી નેતૃત્વમાં ‘સૌની યોજના’ અને ‘જ્યોતિગ્રામ યોજના’ દ્વારા અંધારા ઉલેચીને ખેતરો સુધી નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા છે.શહેરી વિકાસના નવા આયામો અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2005 થી શરૂ થયેલી શહેરી વિકાસની ઉજવણીથી આજે રાજ્યના નગરોનો નકશો બદલાઈ ગયો છે. અગાઉ ગટરના ઢાંકણા માટે પણ ફંડની તંગી અનુભવતી નગરપાલિકાઓ આજે એક જ દિવસમાં કરોડોના કામો કરી રહી છે. રાજ્યના ઐતિહાસિક બજેટમાં જામનગર માટે ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી આધુનિક જોગવાઈઓ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં રોડ અને અન્ય સુવિધાઓ માટે રૂ.1775 કરોડના કામો થયા છે, જેમાં 125 ચેકડેમ-તળાવો અને 57 પેટા આરોગ્ય કેન્દ્રોનો સમાવેશ થાય છે. સાધના કોલોનીના રહેવાસીઓ માટેના આવાસનું આજે ખાતમુહૂર્ત થતા અહીંના વર્ષો જૂના પ્રશ્નનો સુખદ અંત આવ્યો છે.જામનગરની વૈશ્વિક ખ્યાતિ અંગે ગૌરવ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના પ્રયાસોથી જામનગર આજે વિશ્વના નકશા પર આયુર્વેદના ક્ષેત્રે WHOના ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ તરીકે પ્રસ્થાપિત થયું છે. વંદે ભારત ટ્રેન અને જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે જેવી સુવિધાઓથી શહેરની કનેક્ટિવિટી મજબૂત થઈ છે, જેનો સીધો લાભ સ્થાનિક ઉદ્યોગોને મળશે.અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વર્ષ 2047 સુધીના આ અમૃતકાળમાં જામનગર ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના નિર્માણમાં મહત્વની લીડ લેશે અને સમગ્ર પંથક આ વિકાસકાર્યોથી અમૃતમય બનશે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande