
મુંબઈ, નવી દિલ્હી, 20 માર્ચ (હિ.સ.) પ્રખ્યાત બોલિવૂડ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની માતા સુદર્શન મલ્હોત્રાના અવસાનથી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. સુદર્શન મલ્હોત્રાનું 94 વર્ષની વયે અવસાન થયું.
આ દુ:ખદ સમાચાર બાદ, બોલિવૂડની ઘણી જાણીતી હસ્તીઓ મનીષના મુંબઈ સ્થિત નિવાસસ્થાને શોક વ્યક્ત કરવા પહોંચી હતી. ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન પણ પરિવાર સાથે ઉભા જોવા મળ્યા હતા.
ઘણા ફિલ્મ સ્ટાર્સ મનીષ મલ્હોત્રાના અંતિમ સંસ્કાર માટે તેમના ઘરે ગયા હતા. તેમાં કરિશ્મા કપૂર, ઉર્મિલા માતોંડકર, મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટા સામે આવ્યા હતા, જેમાં બધા સ્ટાર્સ આ મુશ્કેલ સમયમાં મનીષ અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. તેમના નજીકના ઉદ્યોગ મિત્ર, કરણ જોહર પણ આ દુઃખની ઘડીમાં તેમની સાથે જોડાયા હતા.
અનન્યા પાંડે, સોનાલી બેન્દ્રે, સંજય કપૂર, શનાયા કપૂર અને રવિના ટંડન પણ મનીષના ઘરે અંતિમ શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા. મનીષ તેની માતાની ખૂબ નજીક હતા અને તેમને પોતાની સૌથી મોટી પ્રેરણા માનતા હતા. તેમની ટીમ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, અંતિમ સંસ્કાર 20 માર્ચ, 2026, શુક્રવારના રોજ મુંબઈના સાંતાક્રુઝ (પશ્ચિમ) સ્થિત હિન્દુ સ્મશાનગૃહમાં કરવામાં આવશે. તેમની માતાના અવસાનથી મનીષ મલ્હોત્રાને ખૂબ જ આઘાત લાગ્યો છે અને તેમના જીવનમાં એક મોટું શૂન્યાવકાશ સર્જાયુ છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ