ઉપરાષ્ટ્રપતિ શનિવારથી મહારાષ્ટ્રના બે દિવસના પ્રવાસે રહેશે
નવી દિલ્હી, 20 માર્ચ (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, 21 અને 22 માર્ચે મહારાષ્ટ્રના બે દિવસના પ્રવાસે રહેશે. પદ સંભાળ્યા પછી આ તેમનો રાજ્યનો પ્રથમ પ્રવાસ હશે. ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, 21 માર્ચે, ઉપરાષ્ટ્રપતિ નાગપુર
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 20 માર્ચ (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, 21 અને 22 માર્ચે મહારાષ્ટ્રના બે દિવસના પ્રવાસે રહેશે. પદ સંભાળ્યા પછી આ તેમનો રાજ્યનો પ્રથમ પ્રવાસ હશે.

ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, 21 માર્ચે, ઉપરાષ્ટ્રપતિ નાગપુરના મહર્ષિ વ્યાસ ઓડિટોરિયમ ખાતે ભારતીય યુવા સંસદના 29મા રાષ્ટ્રીય સત્રના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ મુંબઈ જશે, જ્યાં તેઓ રતન ટાટા મહારાષ્ટ્ર રાજ્ય કૌશલ્ય યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહ અને મુંબઈના લોકભવનમાં 64મા જૈન દીક્ષા સમારોહમાં હાજરી આપશે.

તેમની મુલાકાતના બીજા દિવસે, 22 માર્ચે, ઉપરાષ્ટ્રપતિ મહારાષ્ટ્રના પુણેમાં ઉરુલી કંચન ખાતે નિસર્ગોપચાર આશ્રમના સ્થાપના દિવસ સમારોહમાં હાજરી આપશે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / અનુપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande