તેહરાનમાં પ્રચંડ વિસ્ફોટ, ઇઝરાયલ પર મિસાઇલ હુમલો, લેબનાનનો કાસમિયેહ પુલ નાશ પામ્યો
તેહરાન/તેલ અવીવ/બેરુત, નવી દિલ્હી, 23 માર્ચ (હિ.સ.). થોડીવાર પહેલા જ ઇરાનની રાજધાની તેહરાનમાં પ્રચંડ વિસ્ફોટ થયા હતા. ઇઝરાયલી આકાશ મિસાઇલોના ઝડપી ગોળીબારથી સળગી રહ્યું છે. લેબનોનમાં કાસમિયાહ પુલ નાશ પામ્યો છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઇઝરાયલ, અમેરિક
ઈરાને મિસાઈલો છોડી


તેહરાન/તેલ અવીવ/બેરુત, નવી દિલ્હી, 23 માર્ચ (હિ.સ.). થોડીવાર પહેલા જ ઇરાનની રાજધાની તેહરાનમાં પ્રચંડ વિસ્ફોટ થયા હતા. ઇઝરાયલી આકાશ મિસાઇલોના ઝડપી ગોળીબારથી સળગી રહ્યું છે. લેબનોનમાં કાસમિયાહ પુલ નાશ પામ્યો છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઇઝરાયલ, અમેરિકા અને ઇરાન વચ્ચેનું યુદ્ધ શમવાના કોઈ સંકેત દેખાતું નથી. આ યુદ્ધે તેલ અને ગેસ સંકટને વધુ ઘેરું બનાવ્યું છે, અને વિશ્વના ઘણા ભાગોમાં ગભરાટ ફેલાયો છે.

અલ જઝીરા અને ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલો અનુસાર, ઇરાનની રાજધાની તેહરાનનો પૂર્વ ભાગ અત્યાર સુધીના યુદ્ધના સૌથી મોટા હુમલાથી હચમચી ગયો છે. રાજધાની તેહરાનનો પૂર્વ ભાગ હચમચી ગયો છે. હુમલાની તીવ્રતાને જોતા, હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ સક્રિય કરવામાં આવી છે. અધિકારીઓ કહે છે કે, અમેરિકા અને ઇઝરાયલે એકીકૃત હુમલો શરૂ કર્યો છે.

તેહરાન પર હુમલો કરતા પહેલા, ઇઝરાયલી સંરક્ષણ દળો (આઈડીએફ) એ જાહેરાત કરી હતી કે, ઈરાન પર હુમલા શરૂ થવાના છે. દરમિયાન, ઈરાનના ખોરામાબાદમાં થયેલા હવાઈ હુમલાથી વ્યાપક વિનાશ થયો હોવાના અહેવાલ છે. મિસાઈલ અને રોકેટ ફાયરિંગથી વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો, જેના કારણે કેટલીક ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી.

અહેવાલો અનુસાર ઇઝરાયલે, દક્ષિણ લેબનાનમાં એક મુખ્ય પુલને નિશાન બનાવ્યો હતો. હુમલામાં કાસમીયેહ પુલ ઉડાવી દેવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રાફિક અને માનવતાવાદી સહાયની પહોંચ ખોરવાઈ ગઈ હતી. લેબનીઝ રાષ્ટ્રપતિ જોસેફ આઉને આ હુમલાની નિંદા કરી હતી.

ઇઝરાયલ કહે છે કે, આ પુલનો ઉપયોગ હિઝબુલ્લાહ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતો હતો અને હિઝબુલ્લાહના હુમલાઓને રોકવા માટે તેનો વિનાશ જરૂરી હતો. આઈડીએફ એ જણાવ્યું હતું કે, તેહરાન પર હુમલો મધ્ય ઇઝરાયલમાં ઈરાની ક્લસ્ટર મિસાઈલો દ્વારા નુકસાન થયા બાદ થયો હતો. ઈરાની હુમલામાં કોઈ ઘાયલ થયું નથી.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande