આંધ્રપ્રદેશમાં સોશિયલ મીડિયા પર આતંકવાદી વિચારધારાની સામગ્રી પ્રસારણના આરોપમાં ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ
હૈદરાબાદ, નવી દિલ્હી, 24 માર્ચ (હિ.સ.): આંધ્રપ્રદેશ પોલીસે વિજયવાડામાં સોશિયલ મીડિયા પર ઉગ્રવાદી વિચારધારાને સમર્થન આપવા અને આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા હોવાની શંકાના આધારે ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે કેસ નોંધ્યો છે અને ત્રણેયની પૂછપરછ કરી
આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા હોવાની શંકાના આધારે ત્રણ લોકોની ધરપકડ


હૈદરાબાદ, નવી દિલ્હી, 24 માર્ચ (હિ.સ.): આંધ્રપ્રદેશ પોલીસે વિજયવાડામાં સોશિયલ મીડિયા પર ઉગ્રવાદી વિચારધારાને સમર્થન આપવા અને આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા હોવાની શંકાના આધારે ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે કેસ નોંધ્યો છે અને ત્રણેયની પૂછપરછ કરી રહી છે.

એક પોલીસ અધિકારીએ મંગળવારે તેમની ધરપકડની પુષ્ટિ કરી છે. ગુપ્તચર અધિકારીઓએ સોમવારે વિજયવાડાના ટુ ટાઉન વિસ્તારમાંથી રહેમતુલ્લાહ શરીફ (23), મિર્ઝા સોહેલ બેગ (23) અને મોહમ્મદ દાનિશ (27) ને સંયુક્ત કાર્યવાહીમાં ધરપકડ કરી હતી. તેમના પર સોશિયલ મીડિયા પર ચોક્કસ ધર્મ વિરુદ્ધ આતંકવાદી વિચારધારાને પ્રોત્સાહન આપવા અને પ્રસારિત કરવાનો આરોપ છે. તેમણે ઉમેર્યું હતું કે, ત્રણ શંકાસ્પદોના સંપર્કો અને પ્રવૃત્તિઓની તપાસ કરવામાં આવી રહી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ઈરાન-ઇઝરાયલ યુદ્ધના પ્રકાશમાં, પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ સોશિયલ પ્લેટફોર્મ અને અન્ય ઓનલાઈન પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખી રહી છે. આ વ્યક્તિઓ પોલીસના રડાર હેઠળ આવી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ જૂથ દેશભરમાં કાર્યરત આશરે 10 સભ્યોના નેટવર્કનો ભાગ છે, જે યુવાનોને પ્રભાવિત કરવાનો અને તેમને આતંકવાદી પ્રવૃત્તિઓ તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યો છે.

પોલીસ આરોપીઓની આતંકવાદી સંગઠનો સાથેના તેમના સંભવિત સંબંધો અને તેમની ઓનલાઈન પ્રવૃત્તિઓની પ્રકૃતિ નક્કી કરવા માટે તપાસ કરી રહી છે. કેસ નોંધવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / દેવ કુમાર પુખરાજ / સુનિલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande