




-વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યઓની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજગાયક હરિન અને તેમના સાથી વૃંદએ હોળીના પરંપરાગત રસિયાઓ અને ભજનોની પ્રસ્તુતિ કરી-ગુલાબ અને ગલગોટાના તેમજ સેવંતીના ફૂલોની વર્ષા કરતા વાતાવરણમાં મહેક ફેલાય ગઈ હતી
ભરૂચ 03 માર્ચ ( હિ. સ ) હોળીના પાવન પર્વ દરમિયાન અંકલેશ્વરના આંગણે ભક્તિ અને સંગીતનો અનોખો સંગમ યોજાયો હતો. વલ્લભકુળ આચાર્ય પૂ.પા.ગો. 108 અનિરૂદ્ધલાલજી મહોદય (કામવન, સુરત) ની આજ્ઞાથી અને પૂ.પા.ગો. 108 ગોવિંદરાયજી મહોદયશ્રી તેમજ પૂ.પા.ગો. 108 અનન્યકુમારજી મહોદયના મંગલ સાનિધ્યમાં 'ફૂલ ફાગ રસિયા' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સંગીત અને ભક્તિનો સમન્વય
આ કાર્યક્રમમાં સુરતના ખ્યાતનામ ગાયક હરિન અને તેમના સાથી વૃંદ દ્વારા હોળીના પરંપરાગત રસિયાઓ અને ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. વ્રજની હોળીના લોકપ્રિય પદો અને ઠાકોરજીના સન્મુખ ગવાતા ફાગ ખેલના ગીતોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આયોજક અને વિશેષ સુવિધા
આ ધાર્મિક મહોત્સવના નિમંત્રક ધીરૂ નારિયા તથા તેમના પરિવાર દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ લ્હાવો લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમના અંતે પધારેલા તમામ વૈષ્ણવો અને મહેમાનો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી
અંકલેશ્વર અને આસપાસના વિસ્તારના વૈષ્ણવ ભક્તોમાં આ પ્રસંગને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. વલ્લભકુળના આચાર્યોના આશીર્વચન અને સંગીતના સુરે વ્રજધામ જેવો માહોલ અહીં સર્જાયો હતો.ગુલાબ અને ગલગોટાના તેમજ સેવંતીના ફૂલોની વર્ષા કરતા વાતાવરણમાં મહેક ફેલાય ગઈ હતી .આખું મેદાન સુગંધિત અને ખુશનુમા થઈ ગયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ