આયુર્વેદનું વિષવિજ્ઞાન અગદતંત્ર જૂનાગઢ આયુર્વેદ કોલેજમાં તબીબી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આયુર્વેદના રહસ્યો કરે છે ઉજાગર
જુનાગઢશ 03 માર્ચ (હિ.સ.) ભારતીય ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ જેટલી પ્રાચીન છે એટલી જ સમૃદ્ધ અને વૈજ્ઞાનિક પણ છે, આયુર્વેદની મુખ્ય આઠ શાખાઓ પૈકીની એક શાખા એટલે અગદતંત્ર, જે આયુર્વેદના વિષવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રાણીજન્ય (સર્પ- વીંછી-દંશ
આયુર્વેદનું વિષવિજ્ઞાન અગદતંત્ર જૂનાગઢ આયુર્વેદ કોલેજમાં


જુનાગઢશ 03 માર્ચ (હિ.સ.) ભારતીય ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ જેટલી પ્રાચીન છે એટલી જ સમૃદ્ધ અને વૈજ્ઞાનિક પણ છે, આયુર્વેદની મુખ્ય આઠ શાખાઓ પૈકીની એક શાખા એટલે અગદતંત્ર, જે આયુર્વેદના વિષવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રાણીજન્ય (સર્પ- વીંછી-દંશ વગેરે) અને વનસ્પતિજન્ય ઝેરના પ્રભાવને દૂર કરવાની વૈજ્ઞાનિક ચિકિત્સા પદ્ધતિ છે. જે ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિના વૈભવ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને પણ છતો કરે છે.

આ સંદર્ભમાં આયુર્વેદનો તબીબી અભ્યાસ કરતો વિદ્યાર્થી કરણ ધંધુકિયા કહે છે કે, આયુર્વેદમાં કહેવાયું છે કે યોગ્ય માત્રામાં લેવાયેલું ઝેર પણ રસાયણ એટલે કે દવા તરીકે કામ કરે છે. ઘણી વનસ્પતિઓ અત્યંત ઝેરી હોવા છતાં આયુર્વેદમાં તેનો દવામાં ઉપયોગ થાય છે. કરેણનું એક પાંદડું ઘોડા જેવા શક્તિશાળી પ્રાણીનો જીવ લઈ શકે છે. એટલે કે કરેણનું એક પાન થવાથી ઘોડાનું મૃત્યુ થઈ શકે છે. પણ બીજી તરફ કરેણમાંથી અનેક દવાઓ બને છે. તેવી જ રીતે ભલ્લાતક જેનો સ્પર્શ ત્વચા પર ખંજવાળ પેદા કરે છે. પણ કેન્સર જેવી ગંભીર બીમારીમાં અસરકારક ઔષધ તરીકે પણ ઉપયોગ થાય છે. તેવી જ રીતે ભાંગનો ઉપયોગ પણ જો નિયંત્રિત માત્રામાં કરવામાં આવે તો તે ઉત્તમ ઔષધ છે, પરંતુ અતિરેક કરવાથી તે કેફી દ્રવ્ય તરીકે નુકસાન પણ કરી શકે છે.

ઝેરી-બિન ઝેરી સાપની ઓળખ કરવાના સંદર્ભમાં કરણ ધંધુકિયા કહે છે કે, સાપ ઝેરી છે કે નહીં તે જાણવા માટે આયુર્વેદિક પદ્ધતિ ખૂબ ઉપયોગી છે. જો વ્યક્તિને કડવા લીમડાનું પાન ખાવામાં મીઠા લાગે તો સમજવું કે, શરીરમાં ઝેરની અસર થઈ છે અને જો કડવા લાગે તો ઝેર નથી ચડ્યું તેમ કહી શકાય. અન્ય શારીરિક લક્ષણોમાં જોઈએ તો, જો દંશના નિશાન નજીક-નજીક હોય અને નાના દંશના નિશાન હોય તો તે ઝેરી સાપ હોવાની શક્યતા વધુ છે, જ્યારે દૂર દૂર અને મોટા નિશાન બિનઝેરી સાપની ઓળખ આપે છે.

આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે, સર્પ કે વીંછીદંશ થાય ત્યારે એ સ્થિતિમાં મોટેભાગે શરીરમાં ઝેર વધુ પ્રસરે નહીં તે માટે લોકો બહુ ટાઈટ એક પટ્ટી કે રૂમાલ બાંધી દેતા હોય છે. પરંતુ આ સ્થિતિ વધુ જોખમી સાબિત થઈ શકે છે. ખરેખર સર્પદંશ કે વીંછીદંશ થાય ત્યારે ટાઈટ નહીં પરંતુ નોર્મલ પટ્ટી કે રૂમાલ બાંધવો જોઈએ. ટાઇટ બાંધવાથી શરીરમાં જે જગ્યાએ દંશ થયો છે, એટલા ભાગમાં ઝેરની અસર વધારે અસર થઈ શકે છે. બીજું કે, જે જગ્યાએ દંશ થયો હોય તેને નીચેની બાજુએ રાખો એટલે કે બ્લડ ફ્લો ઉપરની બાજુ ન જાય અને બ્લડ માફરત ઝેર શરીરના અન્ય ભાગમાં પ્રસરે નહીં.

તેમણે વધુમાં કહ્યું કે, જે જગ્યાએ દંશ થયો છે ત્યાં ચૂસીને ઝેર કાઢવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. ઘણા લોકો શરીરમાં જે જગ્યાએ દંશ થયો હોય ત્યાં કાપો મારીને પણ ઝેરી ભાગ બહાર કાઢવાનો પ્રયત્ન કરતા હોય છે. તે પણ બિલકુલ ન કરવું જોઈએ. દંશના ભાગને નોર્મલ ઠંડા પાણીથી ધોઈને સાફ કરવો જોઈએ અને શક્ય તેટલી વહેલી નજીકની હોસ્પિટલમાં સારવાર મેળવવી જોઈએ.હાલમાં કેરલ રાજ્યમાં આયુર્વેદિક પદ્ધતિથી સર્પદંશ વગેરેની સારવાર માન્ય છે, તેનું એક કારણ એ પણ છે કે, વનસ્પતિ ઉપલબ્ધ હોવી જોઈએ. હાલમાં સર્પદંશમાં એલોપેથીમાં મુખ્યત્વે એન્ટી સ્નેક વેનમ સારવાર આપવામાં આવે છે, જે પણ ખૂબ કારગર છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

જૂનાગઢ આયુર્વેદ કોલેજમાં જ અભ્યાસમાં જ તબીબી અભ્યાસ કરતી અવની રાઠોડે જણાવ્યું હતું કે, ગુજરાતમાં લગભગ ૨૦ જેટલી સાપની પ્રજાતિઓ જોવા મળે છે, તે પૈકી ચાર મુખ્ય પ્રજાતિઓને ઝેરી માનવામાં આવે છે. જેમાં ઇન્ડિયન કોબ્રાનો પણ સમાવેશ થાય છે. જેમણે સર્પદંશ, વીંછી મધમાખીના દંશમાં પ્રાથમિક સારવારનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, અગદતંત્રને આધુનિક ફોરેન્સિક સાયન્સ સાથે પણ સાંકળી શકાય છે. સિવિલ અને ક્રિમિનલ કોર્ટમાં ઝેર સંબંધિત તપાસમાં કાયદાકીય રીતે પણ મદદરૂપ બને છે.

તાજેતરમાં જૂનાગઢ આયુર્વેદ કોલેજ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયુર્વેદનો તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મુલાકાતીઓને આયુર્વેદના રસપ્રદ રહસ્યોથી અવગત કર્યાં હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande