ટી-20 વર્લ્ડ કપ ફાઇનલ માટે રેલવેએ ખાસ પહેલ શરૂ કરી, આજે રાત્રે નવી દિલ્હીથી સાબરમતી માટે ખાસ ટ્રેન દોડાવાશે
નવી દિલ્હી, 07 માર્ચ (હિ.સ.) રવિવારે અમદાવાદમાં યોજાનારી ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલવેએ દર્શકોની સુવિધા માટે નવી દિલ્હી અને સાબરમતી વચ્ચે એક ખાસ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ફ્લાઇટ ભાડામા
ટ્રેન


નવી દિલ્હી, 07 માર્ચ (હિ.સ.)

રવિવારે અમદાવાદમાં યોજાનારી ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલવેએ

દર્શકોની સુવિધા માટે નવી દિલ્હી અને સાબરમતી વચ્ચે એક ખાસ ટ્રેન ચલાવવાનો નિર્ણય

લીધો છે. ફ્લાઇટ ભાડામાં વધારો અને મર્યાદિત ટિકિટ ઉપલબ્ધતાને કારણે, આ નિર્ણય

લેવામાં આવ્યો છે, જેથી મેચ જોવા

માટે મુસાફરી કરતા લોકોને કોઈ અસુવિધા ન થાય.

રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર,”ખાસ ટ્રેન નંબર 04062 શનિવારે રાત્રે 11:45 વાગ્યે નવી

દિલ્હી રેલ્વે સ્ટેશનથી ઉપડશે. આ ટ્રેન દિલ્હી કેન્ટ, ગુરુગ્રામ અને

જયપુર જેવા મુખ્ય સ્ટેશનો પર રોકાશે અને રવિવારે બપોરે 2:30 વાગ્યે સાબરમતી

પહોંચશે. આ ખાસ ટ્રેનમાં કુલ 19 કોચ છે. મુસાફરોની સુવિધા માટે તેમાં એસી-3 અને એસો-2 ક્લાસ કોચનો

સમાવેશ થાય છે, જે લાંબા અંતરની

મુસાફરી કરતા દર્શકો માટે આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરે છે.”

અધિકારીઓનું કહેવું છે કે,” ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ ટી-20 વર્લ્ડ કપ 2026 ફાઇનલ મેચ માટે

દેશભરના ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે, અને મોટી સંખ્યામાં લોકો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

પહોંચવાનું આયોજન કરી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને, મુસાફરોના

વધારાના ધસારાને પહોંચી વળવા અને મુસાફરીને સરળ બનાવવા માટે આ ખાસ ટ્રેન ચલાવવામાં

આવી રહી છે.”

રેલ્વેએ મુસાફરોને અપીલ કરી છે કે,” તેઓ તેમની મુસાફરી

પહેલાં રેલ્વેની સત્તાવાર વેબસાઇટ અથવા અધિકૃત પ્લેટફોર્મ પર ટિકિટની ઉપલબ્ધતા અને

સમય તપાસે, જેથી તેમને કોઈ

અસુવિધાનો સામનો ન કરવો પડે.”

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande