ઉત્તરાખંડ: અમિત શાહે ₹1,100 કરોડના પ્રોજેક્ટ્સનો, શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું
હરિદ્વાર, નવી દિલ્હી,07 માર્ચ (હિ.સ.) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે હરિદ્વારના, બૈરાગી કેમ્પ ખાતે ઉત્તરાખંડ સરકારના ચાર વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, કેન્દ્રીય ગૃહ
અમિત


હરિદ્વાર, નવી દિલ્હી,07 માર્ચ (હિ.સ.)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે હરિદ્વારના, બૈરાગી કેમ્પ ખાતે ઉત્તરાખંડ

સરકારના ચાર વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. કાર્યક્રમ

દરમિયાન, કેન્દ્રીય

ગૃહમંત્રીએ ₹1,100 કરોડથી વધુના

અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

કાર્યક્રમને સંબોધતા, કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે.” કેન્દ્ર અને

રાજ્યની ભાજપ સરકારો ઉત્તરાખંડના સર્વાંગી વિકાસ માટે સતત કામ કરી રહી છે.” તેમણે

પુષ્કર સિંહ ધામી સરકારની પ્રશંસા કરતા કહ્યું કે.” આજે રાજ્યની એક અલગ ઓળખ છે.

ઉત્તરાખંડ વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. આજે પણ કરોડો રૂપિયાના

પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે.”

કાર્યક્રમમાં અમિત શાહે 2,000 નવા પોલીસ કોન્સ્ટેબલોને. નિમણૂક પત્રો

સોંપ્યા. તેમણે નાગરિકતા સુધારા કાયદા (સીએએ) હેઠળ અન્ય દેશોમાંથી સ્થળાંતર કરીને આવેલા હિન્દુઓને ભારતીય

નાગરિકતા પ્રમાણપત્રો પણ રજૂ કર્યા. શાહે ભાજપના કાર્યકરોને ત્રીજી વખત

ઉત્તરાખંડમાં ભાજપ સરકાર બનાવવાનો સંકલ્પ આપ્યો. તેમણે મંચ પરથી યુવાનોને સંબોધિત

કરતા તેમને મારા જીગરના ટુકડા ગણાવ્યા.

કાર્યક્રમની શરૂઆતમાં, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે,” રાજ્યમાં

વિકાસ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે અને કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સમર્થન મળી

રહ્યું છે. હરિદ્વાર સહિત રાજ્યભરમાં માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવા માટે ઘણી

મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.”

કેન્દ્રીય મંત્રી અજય ટમટા, ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ ત્રિવેન્દ્ર સિંહ રાવત, તીરથ સિંહ રાવત, વિજય બહુગુણા, ડૉ. રમેશ

પોખરિયાલ નિશંક, વિધાનસભા અધ્યક્ષ

રીતુ ખંડુરી, કેબિનેટ મંત્રી

સતપાલ મહારાજ, પ્રદેશ પ્રમુખ

અને સાંસદ મહેન્દ્ર ભટ્ટ,

અનેક

જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande