પત્રકાર હત્યા કેસમાં ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમ નિર્દોષ જાહેર, પંજાબ-હરિયાણા હાઇકોર્ટનો ચુકાદો
ચંડીગઢ, નવી દિલ્હી, 7 માર્ચ (હિ.સ.): એક મહત્વપૂર્ણ ચુકાદામાં, પંજાબ-હરિયાણા હાઇકોર્ટે, ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને પત્રકાર હત્યા કેસમાં નિર્દોષ જાહેર કર્યા. મુખ્ય ન્યાયાધીશ શીલ નાગુ અને ન્યાયાધીશ વીરેન્દ્ર અગ્રવાલની બનેલી ડિવિઝન બેન્ચ દ
ગુરમીત રામ રહીમ


ચંડીગઢ, નવી દિલ્હી, 7 માર્ચ (હિ.સ.): એક મહત્વપૂર્ણ ચુકાદામાં, પંજાબ-હરિયાણા હાઇકોર્ટે, ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને પત્રકાર હત્યા કેસમાં નિર્દોષ જાહેર કર્યા. મુખ્ય ન્યાયાધીશ શીલ નાગુ અને ન્યાયાધીશ વીરેન્દ્ર અગ્રવાલની બનેલી ડિવિઝન બેન્ચ દ્વારા શનિવારે સવારે આ ચુકાદો આપવામાં આવ્યો.

પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યામાં, સીબીઆઈ કોર્ટે તેમને દોષિત ઠેરવ્યાના લગભગ સાત વર્ષ પછી હાઇકોર્ટનો આ નિર્ણય આવ્યો છે. છત્રપતિની 2002 માં હત્યા કરવામાં આવી હતી.

લાંબી તપાસ પછી, કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો, જેણે રામ રહીમ અને અન્ય લોકો પર હત્યાનો કેસ ચલાવ્યો હતો. રામ રહીમ હાલમાં બળાત્કાર અને અન્ય ગુનાઓ સહિત અન્ય કેસોમાં જેલની સજા ભોગવી રહ્યો છે.

હાઇકોર્ટનો નવો નિર્ણય લાંબા સમયથી ચાલી રહેલા છત્રપતિ હત્યા કેસમાં એક મોટો કાનૂની વળાંક દર્શાવે છે. સીબીઆઈ તપાસ બાદ, તેમને 2019 માં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

રામચંદ્ર છત્રપતિએ સિરસાથી પોતાનું અખબાર પ્રકાશિત કર્યું હતું. તેમણે ડેરા સંબંધિત ઘણી સમાચાર વાર્તાઓને મુખ્ય રીતે આવરી લીધી હતી. તેમણે પોતાના સ્થાનિક અખબારમાં સાધ્વી જાતીય શોષણ હત્યા કેસના સમાચાર પ્રકાશિત કરનારા સૌપ્રથમ હતા. થોડા સમય પછી, તેમની હત્યા કરવામાં આવી. શનિવારે હાઇકોર્ટે, આ કેસમાં રામ રહીમને નિર્દોષ જાહેર કર્યા અને અન્ય ત્રણ: કુલદીપ સિંહ, નિર્મલ સિંહ અને કૃષ્ણલાલની સજાને સમર્થન આપ્યું, તેમની અપીલ ફગાવી દીધી.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande