ભારત અને સાઉદી અરેબિયાએ પશ્ચિમ એશિયાની સ્થિતિની સમીક્ષા કરી, પુરવઠા શૃંખલાની સાતત્યતા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો
નવી દિલ્હી, 11 એપ્રિલ (હિ.સ): ચાલી રહેલા પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે, શનિવારે સાઉદી અરેબિયાના વાણિજ્ય મંત્રી ડૉ. માજિદ બિન અબ્દુલ્લા અલ કાસાબી સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી. બેઠક દરમિયાન, હાલની પુરવઠા શૃંખલાઓની સાતત્ય
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ


નવી દિલ્હી, 11 એપ્રિલ (હિ.સ): ચાલી રહેલા પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે, શનિવારે સાઉદી અરેબિયાના વાણિજ્ય મંત્રી ડૉ. માજિદ બિન અબ્દુલ્લા અલ કાસાબી સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી. બેઠક દરમિયાન, હાલની પુરવઠા શૃંખલાઓની સાતત્યતા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પીયૂષ ગોયલે આજે સાઉદી અરેબિયાના વાણિજ્ય મંત્રી ડૉ. માજિદ બિન અબ્દુલ્લા અલ કાસબી સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે, તાજેતરમાં જાહેર કરાયેલ યુદ્ધવિરામ આ ક્ષેત્રમાં કાયમી શાંતિ અને સુરક્ષાનો માર્ગ મોકળો કરશે.

મંત્રાલયે જણાવ્યું હતું કે, વાટાઘાટો દરમિયાન, તેમણે સાઉદી લોકોના અદમ્ય હિંમતની પ્રશંસા કરી, જેઓ વધતા વિક્ષેપો અને અસ્થિરતા વચ્ચે પુરવઠા શૃંખલાની અખંડિતતા જાળવવાના તેમના સંકલ્પમાં અડગ રહ્યા છે. ગોયલે ચાલુ સંઘર્ષ દરમિયાન દેશમાં થયેલા હુમલાઓની પણ નિંદા કરી અને ભારતીય સમુદાયના રક્ષણ માટે સાઉદી અરેબિયાના પ્રયાસોની પ્રશંસા કરી.

વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, વાટાઘાટો દરમિયાન, બંને પક્ષોએ પ્રાદેશિક પુરવઠા શૃંખલાઓ પર સંઘર્ષના કારણે થયેલા તાણની નોંધ લીધી અને સરળ વેપાર પ્રવાહ સુનિશ્ચિત કરવા માટે સંકલિત પ્રયાસો દ્વારા શક્ય તેટલી વહેલી તકે પરિસ્થિતિને સામાન્ય બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ગોયલે સાઉદી અરેબિયા અને ગલ્ફ ક્ષેત્રમાં નિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત દ્વારા લેવામાં આવેલા પગલાં પર પ્રકાશ પાડ્યો.

મંત્રીઓએ દ્વિપક્ષીય વેપારને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો અને ભારત-જીસીસી મુક્ત વેપાર કરાર વાટાઘાટોમાં વહેલી પ્રગતિની આશા વ્યક્ત કરી. વાટાઘાટોમાં ભારત-સાઉદી અરેબિયા આર્થિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની સહિયારી પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande