
નવી દિલ્હી, 14 એપ્રિલ (હિ.સ.) સંજય દત્ત અભિનીત ફિલ્મ 'આખરી સવાલ નું નવું ટીઝર બહાર આવ્યું છે, જેણે દર્શકોમાં ઉત્સુકતા વધારી દીધી છે. ઐતિહાસિક ઘટનાઓ પર આધારિત આ ફિલ્મની ઝલક પરથી સ્પષ્ટ થાય છે કે તે ભારતના ભૂતકાળના એવા પાસાઓને બહાર લાવવાનો પ્રયાસ કરે છે જેની અત્યાર સુધી ઓછી ચર્ચા થઈ છે. ખાસ કરીને ટીઝર અને તેની પ્રસ્તુતિમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નો તેને 2026ની બહુ અપેક્ષિત ફિલ્મોમાંની એક બનાવી રહ્યા છે.
ટીઝરની સૌથી મોટી વિશેષતા, વર્ષ 1934માં મહાત્મા ગાંધી અને કેશવ બલિરામ હેડગેવાર વચ્ચેની કથિત મુલાકાત છે. આ ફિલ્મ એ સવાલ ઉઠાવે છે કે, તે ઐતિહાસિક મુલાકાતમાં શું થયું હતું. આ વિષય ખૂબ જ નાટકીય અને નિખાલસ રીતે રજૂ કરવામાં આવ્યો છે, જે પ્રેક્ષકોને વિચારવા માટે પ્રેરિત કરે છે. તે જ સમયે, આ ફિલ્મ આરએસએસ સંબંધિત વિવાદો અને ઇતિહાસના વણખેડાયેલા પાસાઓને પણ સ્પર્શે છે.
આ ફિલ્મનું નિર્દેશન અભિજીત મોહન વારંગે કર્યું છે અને નિખિલ નંદા મોશન પિક્ચર્સના બેનર હેઠળ નિખિલ નંદા અને સંજય દત્ત દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા, પટકથા અને સંવાદ ઉત્કર્ષ નૈથાની દ્વારા લખવામાં આવ્યા છે. સંગીત મોન્ટી શર્માનું છે અને ગીતો કુમાર વિશ્વાસ દ્વારા લખવામાં આવ્યા છે.
ફિલ્મ 'આખરી સવાલ 8 મેના રોજ સિનેમાઘરોમાં રજૂ થશે. ટીઝર પછીથી, દર્શકોમાં ફિલ્મની આસપાસની ચર્ચા વધી છે અને એવું માનવામાં આવે છે કે તે રિલીઝ પછી ગંભીર ચર્ચા પેદા કરી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર /લોકેશ ચંદ્ર દુબે/સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ