
પોરબંદર, 15 એપ્રિલ (હિ.સ.) : રાણાવાવ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. બી.જી.ડાંગર દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફના અધિકારીઓને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના અન્વયે રાણાવાવ પો.સ્ટે.ના પો.સબ.ઈન્સ આર.વી.મોરી તથા પોલીસ સ્ટાફના અધિકારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે પોલીસ અધિકારીઓને પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાત માસથી નાસતા ફરતા આરોપી ભીખા ચનાભાઇ કુછડીયાને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
આ કામગીરી રાણાવાવ પો.સ્ટે.ના પો.ઈન્સ. બી.જી. ડાંગર, પો.સબ.ઈન્સ. આર.વી.મોરી, પો.હેડ.કોન્સ. બી.જે.દાસા, પો.કોન્સ. સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઈ, જયમલ સામતભાઈ, કૃણાલસિંહ પ્રવિણસિંહ, ભરત કાનાભાઈ દ્વારા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya