
વાપી,15 એપ્રિલ (હિ.સ.) વાપીના ભડકમોરા વિસ્તારના શાંતિનગરમાંથી ૨૨ વર્ષીય ભક્તિદેવી પુરણ રાય ગુમ થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ભક્તિદેવી તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ બપોરે ૧ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા દરમિયાન ઘરેથી કોઈને કંઈ કહ્યા વિના ક્યાંક નીકળી ગઈ હતી અને ત્યારથી પરત ફરી નથી.
પરિવારજનોએ તેણીની શોધખોળ કરી હતી, પરંતુ કોઈ ભાળ ન મળતા પતિ પુરણ કારૂભાઈ રાયે, વાપી ઉદ્યોગનગર પોલીસ મથકે ગુમ થયાની જાણ કરી છે. પોલીસે ગુમ થયેલી યુવતીની શોધ માટે તપાસ હાથ ધરી છે.
ગુમ થયેલી ભક્તિદેવી શરીરે પાતળા બાંધો ધરાવે છે અને ઘઉંવર્ણની છે. ગુમ થતા સમયે તેણીએ આછા લાલ રંગની કુર્તી અને લાલ રંગની લેગીસ પહેરી હતી. તે હિન્દી તથા ભોજપુરી ભાષા જાણે છે.
પોલીસે જનતાને અપીલ કરી છે કે, કોઈને પણ યુવતી અંગે માહિતી મળે તો વાપી ઉદ્યોગનગર પોલીસ મથકે તાત્કાલિક જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha