
નવી દિલ્હી, 17 એપ્રિલ (હિ.સ.) ઇઝરાયલ અને લેબનોન વચ્ચે 10 દિવસના યુદ્ધવિરામની જાહેરાતના જવાબમાં ભારતે કહ્યું કે, શાંતિ તરફના દરેક પગલાનું સ્વાગત છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે સાપ્તાહિક પત્રકાર પરિષદમાં કહ્યું, અમે યુદ્ધવિરામનું સ્વાગત કરીએ છીએ. અમે શાંતિ તરફના દરેક પગલાને આવકારીએ છીએ.
હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરવાની ઇઝરાયલની વિનંતી પર પ્રવક્તાએ કહ્યુંઃ અમારી પાસે એક પ્રક્રિયા છે અને તે મુદ્દાઓને તે પ્રક્રિયા હેઠળ ઉકેલવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર /અનુપ શર્મા/પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ