ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન, 19 થી 20 એપ્રિલ દરમિયાન શ્રીલંકાની મુલાકાતે
નવી દિલ્હી, 17 એપ્રિલ (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, 19 અને 20 એપ્રિલના રોજ શ્રીલંકાની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિની શ્રીલંકાની આ પ્રથમ દ્વિપક્ષી મુલાકાત હશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઉપરાષ્ટ્રપતિ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમા
ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 17 એપ્રિલ (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, 19 અને 20 એપ્રિલના રોજ શ્રીલંકાની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિની શ્રીલંકાની આ પ્રથમ દ્વિપક્ષી મુલાકાત હશે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઉપરાષ્ટ્રપતિ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે તેમજ પ્રધાનમંત્રી ડૉ. હરિની અમરસુર્યા અને ભારતીય પ્રવાસીઓના નેતાઓ સહિત અન્ય મહાનુભાવોને મળશે.

એ યાદ કરી શકાય છે કે, ઉપરાષ્ટ્રપતિની શ્રીલંકાની મુલાકાત બંને દેશો વચ્ચે તાજેતરમાં થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકો બાદ થઈ છે અને તે ભારત અને શ્રીલંકાને જોડતા સદીઓ જૂના લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.

હિન્દુસ્થાન સમાચાર /શ્રદ્ધા દ્વિવેદી/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande