વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે, ઈડી અને આવકવેરા વિભાગે કોલકતામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા, તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારનો પણ સમાવેશ
કોલકતા, નવી દિલ્હી, 17 એપ્રિલ (હિ.સ): પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે, કેન્દ્રીય એજન્સીઓ રાજ્યમાં તેમની કામગીરી ચાલુ રાખી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ, એક રિયલ એસ્ટેટ કંપની અને એક બાંધકામ પેઢીના પરિસરમાં દરોડા પાડ્યા હતા, જ્યારે આવ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ


કોલકતા, નવી દિલ્હી, 17 એપ્રિલ (હિ.સ): પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે, કેન્દ્રીય એજન્સીઓ રાજ્યમાં તેમની કામગીરી ચાલુ રાખી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ, એક રિયલ એસ્ટેટ કંપની અને એક બાંધકામ પેઢીના પરિસરમાં દરોડા પાડ્યા હતા, જ્યારે આવકવેરા વિભાગે તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર દેવાશીષ કુમારના નિવાસસ્થાન સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. શુક્રવારે સવારે ઈડી ની ઘણી ટીમો કેન્દ્રીય દળો સાથે સીજીઓ કોમ્પ્લેક્સમાં પહોંચી હતી.

ઇડી ની અલગ અલગ ટીમોએ શુક્રવાર સવારથી જ એક રિયલ એસ્ટેટ કંપનીના અનેક સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. ઈડી ના અધિકારીઓ સોલ્ટ લેક અને કોલકાતામાં ચાર સ્થળોએ પહોંચ્યા હતા. તેઓએ માત્ર રિયલ એસ્ટેટ કંપની જ નહીં પરંતુ બીજી બાંધકામ કંપનીની ઓફિસો પર પણ દરોડા પાડ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સર્ચ ઓપરેશન નાણાકીય છેતરપિંડીના કેસ સાથે સંબંધિત છે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા, આ બાંધકામ કંપની સાથે સંકળાયેલા ઘરો, ફ્લેટ અને ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઈડી એ દાવો કર્યો હતો કે, આ ઓપરેશન ચૂંટણી પહેલા ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોને રોકવા અને જમીન સંબંધિત ચોક્કસ કેસોમાં વ્યવહારો વિશે માહિતી મેળવવા માટે હતું.

દરમિયાન, ઈડી ઉપરાંત, બીજી એક કેન્દ્રીય એજન્સી, આવકવેરા વિભાગ, કોલકતામાં પણ દરોડા પાડી રહી છે. તેઓએ શુક્રવારે સવારે અનેક સ્થળોએ દરોડા પાડ્યા, જેમાં રાસબિહારી મતવિસ્તારના તૃણમૂલ ઉમેદવાર દેવાશીષ કુમારના ઘરનો પણ સમાવેશ થાય છે.

આવકવેરા વિભાગની એક ટીમ શુક્રવારે સવારે રાસબિહારીના વિદાયમાન ધારાસભ્ય દેવાશીષ કુમારના મનોહરપુકુર રોડ સ્થિત ઘરે પહોંચી. આવકવેરા વિભાગના અધિકારીઓએ માત્ર તેમના ઘર જ નહીં, પરંતુ મનોહરપુકુર રોડ સ્થિત તેમના ચૂંટણી કાર્યાલય પર પણ દરોડા પાડ્યા. આ ઉપરાંત, મોતીલાલ નહેરુ રોડ સ્થિત દેવાશીષની ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા.

આ દરમિયાન, રાજ્યની શાસક પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, ચૂંટણી પહેલા બે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કરવામાં આવેલ બેવડા દરોડા પર સવાલ ઉઠાવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / સંતોષ મધુપ / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande