આઈપીએલ 2026: સનરાઇઝર્સ હૈદરાબાદે ડેવિડ પેનની જગ્યાએ, જેરાલ્ડ કોએત્ઝીને ટીમમાં સામેલ કર્યા
નવી દિલ્હી, 18 એપ્રિલ (હિ.સ.) ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 માં સનરાઇઝર્સ હૈદરાબાદે ઇજાગ્રસ્ત ડેવિડ પેનના સ્થાને દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર જેરાલ્ડ કોએત્ઝીને ટીમમાં સામેલ કર્યા છે. પેન આ સીઝનમાં 2 મેચ રમ્યા બાદ ઘૂંટીની ઇજાના કારણે આખી ટુર્નામ
ક્રિકેટ


નવી દિલ્હી, 18 એપ્રિલ (હિ.સ.) ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 માં સનરાઇઝર્સ હૈદરાબાદે ઇજાગ્રસ્ત ડેવિડ પેનના સ્થાને દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર જેરાલ્ડ કોએત્ઝીને ટીમમાં સામેલ કર્યા છે. પેન આ સીઝનમાં 2 મેચ રમ્યા બાદ ઘૂંટીની ઇજાના કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.

25 વર્ષીય જેરાલ્ડ કોએત્ઝી આ વર્ષની હરાજીમાં અનસોલ્ડ રહ્યા હતા, પરંતુ હવે તેમને 2 કરોડ રૂપિયામાં સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાની ટીમમાં જોડ્યા છે. કોએત્ઝી અગાઉ આઈપીએલ માં મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ માટે રમી ચૂક્યા છે, જ્યાં તેમણે 14 મેચોમાં 15 વિકેટ ઝડપી છે.

કોએત્ઝી તાજેતરમાં ટી-20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાની ટીમનો હિસ્સો હતા, જોકે તેમને કોઈ મેચ રમવાની તક મળી ન હતી. ત્યારબાદ તેમણે ન્યુઝીલેન્ડ સામે પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોની સીરીઝમાં ભાગ લીધો હતો.

આ દરમિયાન, સનરાઇઝર્સ હૈદરાબાદને વધુ એક મોટી મજબૂતી કેપ્ટન પેટ કમિન્સના ટીમ સાથે જોડાવાથી મળી છે. કમિન્સ 17 એપ્રિલે, ટીમ સાથે જોડાયા અને 25 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામેના મુકાબલા માટે ઉપલબ્ધ રહેશે.

હાલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે અને આજે (18 એપ્રિલ) ચેન્નઈ સુપર કિંગ્સ સામે પોતાનો આગામી મુકાબલો રમશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande